Rajkot Road Accident: કાળીપાટ પાસે દૂધના કેન ભરેલી બોલેરો પલટી જતા મચી ચીસાચીસ, આધેડનું મોત
- Rajkot ના કાળીપાટ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
- દૂધના કેન ભરેલી બોલેરો પલટી જતાં મચી ચીસિયારી
- દુર્ઘટનામાં એકનું મોત અને 11 લોકો થયા ઈજાગ્રસ્ત
- 55 વર્ષીય ભીમાભાઈ મકવાણાનું અકસ્માતમાં મોત
- ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
- એક જ પરિવારના 6 લોકો સહિત 11 વ્યક્તિ ઘાયલ
Rajkot Road Accident: રાજકોટની આજીડેમ ચોકડી (Aji Dam Crossroads) નજીક આવેલ કાળીપાટ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દૂધના કેન ભરેલી એક પીકઅપ બોલેરો (Pickup Bolero) અચાનક પલટી મારી જતાં ઘટનાસ્થળે ચીસિયારીઓ મચી ગઈ હતી. આ કરુણ દુર્ઘટનામાં 55 વર્ષીય આધેડનું મોત નીપજ્યું છે, જ્યારે એક જ પરિવારના 6 સભ્યો સહિત કુલ 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
Rajkot ની આજીડેમ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી મુજબ, દૂધના કેન ભરેલી બોલેરો ગાડી કાળીપાટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 55 વર્ષીય ભીમાભાઈ અમરસિભાઈ મકવાણાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીમાં સવાર અન્ય 11 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં એક જ પરિવારના 6 લોકોનો સમાવેશ થાય છે, જેમાં દંપતી અને તેમના 4 સંતાનોનો સમાવેશ થાય છે.
રાજકોટના કાળીપાટ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
દૂધના કેન ભરેલી બોલેરો પલટી જતાં મચી ચીસિયારી
દુર્ઘટનામાં એકનું મોત અને 11 લોકો થયા ઈજાગ્રસ્ત
55 વર્ષીય ભીમાભાઈ મકવાણાનું અકસ્માતમાં મોત
ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
એક જ પરિવારના 6 લોકો સહિત 11 વ્યક્તિ ઘાયલ
6… pic.twitter.com/P5Qfk7I6x6— Gujarat First (@GujaratFirst) May 1, 2026
ઈજાગ્રસ્તોની યાદી
અકસ્માતમાં ઘાયલ થયેલા એક જ પરિવારના સભ્યોની ઓળખ નીચે મુજબ થઈ છે:
જીતેશભાઇ ધીરુભાઈ ચોવસીયા (ઉ.વ. 27)
અંજલીબેન જીતેશભાઇ ચોવસીયા (ઉ.વ. 25)
મિતલ ચોવાસીયા (પુત્રી, ઉ.વ. 8)
નતાશા ચોવાસીયા (પુત્રી, ઉ.વ. 7)
અનુસ ચોવાસીયા (પુત્ર, ઉ.વ. 5)
કાર્તિક ચોવાસીયા (પુત્ર, ઉ.વ. 5)
આજીડેમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
દુર્ઘટના બાદ તાત્કાલિક 10 ઈજાગ્રસ્તોને રાજકોટની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) અને એક વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક ભીમાભાઈના દેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં મોકલી આપવામાં આવ્યો છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસે (Aji Dam Police) અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો: Gujarat Foundation Day: PM Modi, CM અને DYCM સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છા


