Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot: શહેરમાં 140 કિલો ચાંદી ચોરી કેસમાં જાણો શું છે અપડેટ

Rajkot: રાજકોટમાં 140 કિલો ચાંદી ચોરી કેસમાં તપાસ તેજ થઇ છે. જેમાં પોલીસે 5 અલગ અલગ ટીમોને અન્ય રાજ્યોમાં મોકલી છે. ઘરમાં તપાસ કરતા 100 કિલો ચાંદી બચી ગઈ છે. તથા ચોરીમાં વપરાયેલ કાર પોલીસને ગોથે ચડાવી છે. કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી. તથા કાર જુદા જુદા વિસ્તારમાં ફરી હોવાનું સામે આવ્યું છે.
rajkot  શહેરમાં 140 કિલો ચાંદી ચોરી કેસમાં જાણો શું છે અપડેટ
Advertisement
  • Rajkot: રાજકોટમાં 140 કિલો ચાંદી ચોરી કેસમાં તપાસ તેજ થઇ છે
  • પોલીસે 5 અલગ અલગ ટીમોને અન્ય રાજ્યોમાં મોકલી છે
  • ઘરમાં તપાસ કરતા 100 કિલો ચાંદી બચી ગઈ છે

Rajkot: રાજકોટમાં 140 કિલો ચાંદી ચોરી કેસમાં તપાસ તેજ થઇ છે. જેમાં પોલીસે 5 અલગ અલગ ટીમોને અન્ય રાજ્યોમાં મોકલી છે. ઘરમાં તપાસ કરતા 100 કિલો ચાંદી બચી ગઈ છે. તથા ચોરીમાં વપરાયેલ કાર પોલીસને ગોથે ચડાવી છે. કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હતી. તથા કાર જુદા જુદા વિસ્તારમાં ફરી હોવાનું સામે આવ્યું છે.

જાણો સમગ્ર ઘટના

શહેરના રણછોડનગર વિસ્તારમાં રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપ્યો હતો. રણછોડનગર શેરી નંબર 1 માં રહેતા અને વ્યવસાયે વેપારી અતુલભાઈ પટેલના નિવાસસ્થાને આ ઘટના બની હતી. પ્રાથમિક વિગતો મુજબ, તસ્કરોએ ઘરમાં ઘૂસી અંદાજે 140 કિલો ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુઓની ચોરી કરી છે, જેની બજાર કિંમત લાખોમાં છે.

Advertisement

rajkot_chori_gujaratfirst

Advertisement

રાત્રિના સમયે તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો

રાત્રિના સમયે તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. ચોરીની જાણ થતા જ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અતુલભાઈ પટેલે આ ગંભીર ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક ધારાસભ્ય ઉદય કાનગડ (Uday Kangad) ને ટેલિફોનિક જાણ કરી હતી. ધારાસભ્યએ પણ આ મામલે ત્વરિત કાર્યવાહી માટે પોલીસ તંત્રને સૂચના આપી હતી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

ઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જેમાં ડીસીપી ક્રાઈમ (DCP Crime), બી ડિવિઝન પોલીસ (B Division Police) ના અધિકારીઓ અને સ્ટાફ તપાસમાં જોડાયા છે.

પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા

પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની અને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આટલી મોટી માત્રામાં ચાંદીની ચોરી થતા ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની વિવિધ ટીમો પણ તપાસમાં સક્રિય થઈ છે. એફએસએલ (FSL) અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી શકે છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ જાણભેદુ ગેંગનું કામ હોવાની શંકા સેવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Gujarat News : આજે 6 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×