Rajkot : વિંછીયા પથ્થરમારાની ઘટનામાં કોળી ઠાકોર સેનાનું અલ્ટિમેટમ! કહ્યું- જો પાંચ દિવસમાં..!
- વિંછીયા પથ્થરમારાની ઘટનામાં યુવકોની ધરપકડનો મુદ્દો ગરમાયો (Rajkot)
- કોળી ઠાકોર સેના દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું
- 5 દિવસમાં પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા માગ
- કાર્યવાહી નહીં થાય તો 25 તારીખે ગુજરાત બંધનું એલાન આપશે
Rajkot : જિલ્લાનાં જસદણ તાલુકાનાં વિંછીયા ગામે (Vinchiya) થલેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસે કેટલાક યુવકોની ધરપકડ કરી હતી જે બાદ મામલે વધુ બિચક્યો છે. કારણ કે, કોળી ઠાકોર સેના (Kodi Thakor Sena) દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ અલ્ટિમેટમ અનુસાર જો પાંચ દિવસમાં જવાબદાર પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો 25 તારીખે ગુજરાત બંધનું એલાન અપાશે.
આ પણ વાંચો - Patan : વધુ એક બોગસ તબીબ ઝડપાયો, દવાઓ, ઈન્જેકશન સહિતનાં મેડિકલ સાધનો કબ્જે
કોળી સમાજનાં યુવાનોની ધરપકડ બાદ મામલો બિચક્યો!
રાજકોટ જિલ્લાનાં (Rajkot) જસદણ તાલુકામાં (Jasdan) વિંછીયા ગામે સ્થાનિક યુવાન ઘનશ્યામ રાજપરાની હત્યા થઇ હતી. આ કેસમાં આરપીની ધરપકડ કરીને પોલીસે હત્યાનાં સ્થળે રી-કન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન, અસામાજિક તત્વોનાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. અહેવાલ અનુસાર, આ ઘટનામાં પોલીસે કેટલાક કોળી સમાજનાં યુવાનોની ધરપકડ પણ કરી હતી, જેથી મામલો વધુ ગરમાયો છે.
આ પણ વાંચો - Surat : ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતાં ઉઠમણાંને લઇ CR પાટીલનું મોટું નિવેદન!
કોળી ઠાકોર સેના દ્વારા અપાયું અલ્ટિમેટમ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત કોળી ઠાકોર સેનાનાં (Gujarat Kodi Thakor Sena) પ્રમુખ જયેશ ઠાકોરે આરોપ સાથે કહ્યું કે, કોળી સમાજનાં 84 લોકોને પોલીસ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ખોટી રીતે લાઠીચાર્જ કરીને માર મરાયો છે. આ સાથે કોળી ઠાકોર સેના દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જે મુજબ, જો 5 દિવસમાં જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો 25 જાન્યુઆરીએ ગુજરાત બંધનું (Gujarat Bandh) એલાન અપાશે.
આ પણ વાંચો - Valsad : ઘર આંગણે રમતી હતી 3 વર્ષની માસૂમ, શ્વાને આવી અચાનક કર્યું એવું કે..!