ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: કોટડાસાંગાણીના સાંઢવાયામાં 70થી વધુ ગાયોના મોત મામલે ઉઠ્યા સવાલ

Rajkot ના કોટડાસાંગાણીના સાંઢવાયાની એક ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગની આશંકાએ 70થી વધુ ગાયોનાં કરૂણ મોત નીપજતાં શોકની લાગણી છવાઈ છે. ખોળ ખાવાથી મોત થયાનું પ્રાથમિક તારણ છે. જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી છે, અને રાજકોટ સહિતના પશુ ડોક્ટરો સારવારમાં જોડાયા છે. માલધારીઓએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.
04:22 PM Dec 13, 2025 IST | Mahesh OD
Rajkot ના કોટડાસાંગાણીના સાંઢવાયાની એક ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગની આશંકાએ 70થી વધુ ગાયોનાં કરૂણ મોત નીપજતાં શોકની લાગણી છવાઈ છે. ખોળ ખાવાથી મોત થયાનું પ્રાથમિક તારણ છે. જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી છે, અને રાજકોટ સહિતના પશુ ડોક્ટરો સારવારમાં જોડાયા છે. માલધારીઓએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.
rajkot_cow_death_gujarat_first
Rajkot Cows Death:રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા (Sandhavaya) માં ફુડ પોઈઝનીંગથી 70 થી વધુ ગયોના મોત થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ગૌશાળા માં 400 થી વધુ ગાયની સેવાઓ કરવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં ગાયોના મોત (Death Cows) ને લઈ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. ગાયોને આપવામાં આવેલા ખોળથી મોત થયાના પણ આરોપ લાગ્યા છે.  ગાયોના મોત બાદ સ્થાનિક તંત્ર પણ દોડતું થયું છે.

પ્રાથમિક તારણ ફુડ પોઈઝનીંગ

મળતી જાણકારી અનુસાર રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં આવેલા સાંઢવાયા ગામની ગૌશાળામાં 70થી વધુ ગાયોના મોત ગઈકાલે શુક્રવારે થયા હતા. પ્રાથમિક તારણ ફુડ પોઈઝનીંગ છે. આ બનાવની જાણ થતાં જ ગૌશાળામાં ચકચાર મચી ગઈ હતી.  વર્ષોથી ગૌસેવા સાથે સંકળાયેલ ટ્રસ્ટ માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો  હતો. ઘટનાની જાણ થતાં જ રાજકોટ અને ગોંડલમાંથી પશું ડોક્ટોરોએ દોડી આવી તપાસ કરી હતી. જ્યારે બીજી અન્ય ગાયોની પણ તપાસ કરી હતી. બીજી તરફ મૃત્યઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં હતી.

Rajkot કલેક્ટર દોડી આવ્યા

રાજકોટના માલધારીઓ અને પશુપ્રેમીઓએ સવાલ ઉઠાવતાં જિલ્લા કલેક્ટર દ્વારા સવારે ટીમ સાથે ગૌશાળાની વિઝિટ કરી છે. આક્ષેપ છે કે ખોળ (એક પ્રકારનો પશુ ખોરાક) ખાવાથી મોત થયા છે. ગાયના મૃત્ય પાછળ હજું સુધી સાચુ કારણ બહાર આવ્યું નથી. પી.એમ.કરવા સહિતની પક્રીયાઓ શરૂ કરી હતી. બીજી તરફ ગૌપ્રેમીઓ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. મોટી સંખ્યામાં ગાયોનો મોત થતાં લોકોમાં પણ દુઃખની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ઉર્વીશભાઈની ખોટ પડશે પણ તેમનું હૃદય, 2 કિડની અને 1 લીવરનાં દાનથી 4 વ્યક્તિમાં જીવશે, જાણો અંગદાનની કહાની

Tags :
#KotdaSanganiCattle DeathCattle FodderCow Poisoningdistrict collectorfood poisoningGujaratFirstInvestigation DemandedMaldhari CommunityRAJKOTSandhvaya Gaushala
Next Article