Rajkot : પી. ટી. જાડેજાની ધરપકડ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ મેદાને, પદ્મિનીબા વાળાએ સરકાર પર કર્યા વાકપ્રહાર
- રાજકોટ અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપવાનો મામલો
- પી. ટી.જાડેજાની તાલુકા પોલીસ સ્ટેશને પાસા હેઠળ ધરપકડ કરી
- પી. ટી. જાડેજાની ધરપકડ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ મેદાને
Rajkot : અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપવાની અત્યંત ચકચારી ઘટનામાં આખરે પી. ટી. જાડેજા (P. T. Jadeja) ની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પી. ટી. જાડેજાને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પી. ટી. જાડેજાની ધરપકડથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હવે આ ધરપકડ મુદ્દે ક્ષત્રિય સમાજ એક થઈને મેદાને પડ્યો છે. ક્ષત્રિય સમાજના સભ્યો અને અગ્રણીઓ પી. ટી.જાડેજાની મુક્તિ માટે કમર કસી રહ્યા છે. જેમાં યુવાનોએ તો જેલભરો આંદોલનની ચીમકી પણ આપી છે. ક્ષત્રિય સમાજના અન્ય એક અગ્રણી પદ્મિનીબા વાળા (Padminiba Vala) એ તો સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા છે.
પદ્મિનીબા વાળાના આકાર વાકપ્રહાર
આજે સવારે થયેલ પી. ટી. જાડેજાની ધરપકડ મામલે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે, ક્ષત્રિય આંદોલ જોડાયેલ લોકો વિરુદ્ધ સરકાર ખોટું કરી રહી છે. 'ભાજપમાં અનેક નેતા સામે ફરિયાદ થયેલ છે તો તેમની સામે કેમ પાસા નથી થતા ?' આવો સણસણતો સવાલ પણ પદ્મિનીબા વાળાએ કર્યો છે. તેમણે આગળ જણાવ્યું છે કે, આજે અમે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈને કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરીશું. પદ્મિનીબા વાળાએ સમાજના જ કેટલાક સભ્યોને પણ આડેહાથ લીધા હતા. તેમણે જણાવ્યું કે, સમાજમાં બે ફાટા પાડવાનું કામ સમાજના જ લોકો કરી રહ્યા છે. સમગ્ર ઘટના પાછળ ગોંડલ જયરાજસિંહ હોવાનો પણ પદ્મિનીબાએ આક્ષેપ કર્યો છે.
Rajkot Gujarat First-
આ પણ વાંચોઃ Rajkot : આખરે... પી. ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ, સાબરમતી જેલમાં ધકેલયા
જેલભરો આંદોલનની ચીમકી
આજ સવારથી જ રાજકોટમાં પી. ટી. જાડેજાની ધરપકડને લઈને વાતાવરણ ગરમાયું છે. ક્ષત્રિય સમાજ આ ધરપકડનો વિરોધ કરી રહ્યો છે. આજે ક્ષત્રિય સમાજના આગેવાનો બહુમાળી ભવન ખાતે એકત્ર થયા છે. ક્ષત્રિય સમાજે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો 24 કલાકમાં કોઈ યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવે તો ક્ષત્રિય યુવાનો જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો કહેતા સંભળાઈ રહ્યા છે કે, અસ્મિતા આંદોલન માટે સરકાર દ્વારા આપણા આગેવાનને ખોટી રીતે કાવતરા દ્વારા ફસાવવામાં આવ્યા છે. આજે ભેગા નહિ ઊભા રહીએ તો આવતીકાલે સમાજને આવા આગેવાન નહીં મળે.
આ પણ વાંચોઃ Gujarat Rain : આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં અપાયું એલર્ટ...