Rajkot Land Scam: 135D ની એક નોટિસે વેવાઈનો ખેલ ઉંધો પાડ્યો! જાણો સમગ્ર મામલો
- Rajkot Land Scam: વેવાઈએ વેવાણના નામે જમીન વેચી નાખી
- પડધરી ખંઢેરી ગામની રાયદેબેન ડાંગરને 135D નોટિસ મળી
- વેવાણે વાંધા અરજી મૂકતા જિલ્લા કલેક્ટર સમક્ષ કેસ ચાલ્યો
Rajkot Land Scam:રાજકોટ જિલ્લામાં સબંધી દ્વારા જ જમીન પચાવી પાડવાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પડધરી (Paddhari) તાલુકાના ખંઢેરી (Khandheri) ગામમાં રહેતા રાયદેબેન ડાંગર (Raydeben Dangar) નામની મહિલા સાથે તેમના જ વેવાઈએ છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. આરોપ છે કે ધીરાણ અપાવવાના બહાને કરોડો રૂપિયાની કિંમતી જમીન પોતાના નામે કરી લેવાનું વેવાઈ નારણભાઈ (Naranbhai) નું કારસ્તાન આખરે કલેક્ટર (District Collector) ના હુકમ બાદ નિષ્ફળ ગયું છે.
Rajkot Land Scam:શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ વેવાઈ નારણભાઈએ રાયદેબેનને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ તેમને જમીન પર ધીરાણ (Loan) અપાવશે. ધીરાણની પ્રક્રિયાના બહાને તેમણે રાયદેબેન પાસેથી કેટલીક જગ્યાએ સહીઓ કરાવી લીધી હતી. રાયદેબેનને અંદાજો પણ નહોતો કે જે સહીઓ તેઓ લોન માટે કરી રહ્યા છે, તેનો ઉપયોગ તેમની જ મિલકત વેચવા માટે થઈ રહ્યો છે. વેવાઈએ આ સહીઓનો દુરુપયોગ કરી કરોડોની કિંમતની જમીન બારોબાર વેચાણ (Land Sale) કરી નાખી હતી.
નોટિસ મળતા ભાંડો ફૂટ્યો
આ છેતરપિંડીનો ખુલાસો ત્યારે થયો જ્યારે મહેસૂલ વિભાગ દ્વારા રાયદેબેનને 135D ની નોટિસ (135D Notice) મળી. આ નોટિસ મળતા જ રાયદેબેન ચોંકી ઉઠ્યા હતા અને તેમને સમજાયું હતું કે તેમની જમીન પર હક ફેરફાર કરવાની પેરવી કરવામાં આવી છે. આથી તેમણે તાત્કાલિક આ બાબતે વાંધા અરજી (Objection Application) રજૂ કરી હતી.
આ પણ વાંચોઃ Kheda Land Scam: 'આરોપીઓને છાવરવાની દિશામાં કાર્યવાહી' મહેમદાવાદ મામલતદારને કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર
કાનૂની લડત અને કલેક્ટરનો આદેશ
આ મામલો પ્રથમ પ્રાંત અધિકારી (Prant Officer) સમક્ષ પહોંચ્યો હતો. પ્રાંત અધિકારીએ તમામ પુરાવાઓ અને રજૂઆતોને ધ્યાને રાખીને વેવાઈ દ્વારા કરવામાં આવેલી જમીનની નોંધ રદ કરવાનો હુકમ કર્યો હતો. જોકે, વેવાઈ નારણભાઈએ હાર ન માની અને આ હુકમ સામે જિલ્લા કલેક્ટર (District Collector) સમક્ષ અપીલ દાખલ કરી હતી.
જિલ્લા કલેક્ટરની કોર્ટમાં આ કેસ લાંબો સમય ચાલ્યો. કલેક્ટરે બંને પક્ષોની દલીલો સાંભળી અને પ્રાંત અધિકારીના અગાઉના ચુકાદાને માન્ય રાખ્યો હતો. કલેક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું કે ધીરાણના નામે સહીઓ કરાવીને જમીન પચાવી પાડવાનું આ કૃત્ય અયોગ્ય છે અને અંતે વેવાઈની અપીલ ફગાવી દઈ જમીન પરની ગેરકાયદેસર નોંધ રદ કરવાનો આખરી હુકમ કર્યો છે.
આ પણ વાંચોઃ Amit Khunt Suicide Case: 8 મહિનાથી ફરાર આરોપી રહીમ મકરાણી જૂનાગઢથી ઝડપાયો


