ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે દીપડો દેખાયો, મુસાફરોમાં ભયનો માહોલ

વહેલી સવારે પેરામીટર વોલ પર દીપડો જોવા મળ્યો તેમાં એરપોર્ટની દીવાલ કૂદી વીડી તરફ ભાગ્યો હોવાની આશંકા છે
12:07 PM Apr 03, 2025 IST | SANJAY
વહેલી સવારે પેરામીટર વોલ પર દીપડો જોવા મળ્યો તેમાં એરપોર્ટની દીવાલ કૂદી વીડી તરફ ભાગ્યો હોવાની આશંકા છે
Rajkot, Leopard, Hirasar International Airport, ViralVideo @ Gujarat First

 Rajkot :  રાજકોટના ભાગોળે ફરી એકવાર દીપડાએ દેખા દીધી છે. જેમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે દીપડો દેખાયો છે. વહેલી સવારે પેરામીટર વોલ પર દીપડો જોવા મળ્યો છે. એરપોર્ટની દીવાલ કૂદી વીડી તરફ ભાગ્યો હોવાની આશંકા છે. ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું મુક્યું છે. જોકે દીપડો દેખાતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ફોરેસ્ટ વિભાગ દ્વારા એરપોર્ટની બહાર અને અંદરની બાજુએ તપાસ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે ચોટીલા પાસે હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. જેમાં રન-વે પાછળની દિવાલ નજીક દીપડો દેખાયો છે. જેનો એક વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં દીપડો એરપોર્ટની દીવાલ પાસે બેઠો હોય છે અને ત્યારબાદ કાર આવતાની સાથે જ આ દીપડો ઊઠીને દિવાલ તરફ આગળ વધે છે અને ત્યારબાદ દીપડો વીડી વિસ્તાર તકફ દોડી જાય છે. જોકે આ વીડિયો બાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા એરપોર્ટની બહાર અને અંદરની બાજુએ તપાસ કરવામાં આવી છે.

સમાચાર વાયુવેગે પ્રસરી જતા હિરાસરના ગ્રામજનોમાં પણ ફફડાટ

દીપડો દેખાયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા હિરાસરના ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. આ સાથે જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવેલા છે અને જ્યાં સુધી દીપડો નહીં પકડાય ત્યાં સુધી ફોરેસ્ટ વિભાગ કાર્યવાહી કરશે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો સમગ્ર વિસ્તાર મૂળ જંગલ વિસ્તાર હોવાથી અહીં પ્રાણીઓની અવર-જવર રહેતી હોય છે અગાઉ પણ અહીં જંગલી પ્રાણી દેખાયા હતા. જોકે હાલમાં પણ તપાસ થઇ રહી છે.

આ પણ વાંચો: Trending Story : અવકાશમાંથી કેવો દેખાય છે દક્ષિણ ધ્રુવ? ચોંકાવનારા Videoમાં અવકાશયાત્રીએ જણાવ્યું સત્ય

Tags :
Gujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsHirasar International AirportleopardRAJKOTTop Gujarati NewsViralVideo
Next Article