Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લેટરકાંડમાં હવે પાટીદાર સમાજની દિકરીના સન્માનનો મુદ્દો, કોંગ્રેસ આવ્યું મેદાને

અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પટેલ સમાજની કુવારી દીકરીના સરઘસ કાઢવાનો મુદ્દો હવે ચર્ચાનો વિષય બની ગયો છે. હવે આ મામલે ગુજરાત કોંગ્રેસ ખુલ્લીને મેદાનમાં આવી ગઇ છે. લેટરકાંડમાં મહિલા આરોપી મુદ્દે પાટીદાર સમાજને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે.
લેટરકાંડમાં હવે પાટીદાર સમાજની દિકરીના સન્માનનો મુદ્દો  કોંગ્રેસ આવ્યું મેદાને
Advertisement
  • ધારાસભ્ય વિરૂદ્ધ લેટરકાંડમાં હવે સમાજના સન્માનનો મુદ્દો!
  • કૌશિક વેકરિયા વિરૂદ્ધ લેટરકાંડમાં કોંગ્રેસ ખુલ્લીને મેદાનમાં
  • લેટરકાંડમાં મહિલા આરોપી મુદ્દે પાટીદાર સમાજને સંબોધી પત્ર
  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે પોલીસ પર આરોપ લગાવ્યો
  • 'ભાજપ નેતાનો અહમ સંતોષવા પોલીસનું કાયદાથી વિરૂદ્ધનું કૃત્ય'
  • કમ્પ્યૂટર ઓપરેટર યુવતીને લેટરકાંડમાં બનાવાઈ છે આરોપી
  • પાટીદાર સમાજની સંસ્થાઓના તમામ અગ્રણીઓને લખ્યો પત્ર
  • પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે પણ રોષ ઠાલવ્યો
  • 'રાતના 12 વાગ્યે મહિલાની ધરપકડ કરી સરઘસ ગેરબંધારણીય'
  • પાટીદાર દિકરીને આરોપી બનાવી સરઘસ કાઢ્યુંઃ જેની ઠુમ્મર
  • કોઈપણ દિકરી કે સ્ત્રી પર ખોટો અન્યાય અસહનીયઃ ઠુમ્મર

Rajkot : અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પટેલ સમાજની કુવારી દીકરીના સરઘસ કાઢવાનો મુદ્દો હવે ચર્ચાનો વિષય બની ગયો છે. હવે આ મામલે ગુજરાત કોંગ્રેસ ખુલ્લીને મેદાનમાં આવી ગઇ છે. લેટરકાંડમાં મહિલા આરોપી મુદ્દે પાટીદાર સમાજને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે આ સમગ્ર મામલે પોલીસ પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ નેતાનો અહમ સંતોષવા પોલીસનું આ કાયદાથી વિરુદ્ધનું કૃત્ય છે. જણાવી દઇએ કે, કોમ્પ્યુટર ઓપરેટર યુવતીને લેટરકાંડમાં આરોપી બનાવવામાં આવી છે.

પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ

જણાવી દઇએ કે, અમેરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે પોલીસના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમા તેમણે પોલીસ દ્વારા એક કોમ્પ્યુટર ઓપરેટર યુવતીનુ સરઘસ કાઢવા અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં તેમણે પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ લેટરમાં પ્રતાપ દૂધાત કહે છે કે, પટેલ સમાજની દીકરી એક ઓપરેટ તરીકે કામ કરતી હતી, જેણે પોતાના માલિકના કહેવા પર લેટર ટાઇપ કર્યો હતો. વળી આ દીકરનો ઇરાદો કોઇને બદનામ કરવાનો નહોતો. તેમણે આગળ કહ્યું કે, દીકરીને આરોપી બનાવીને રાત્રે 12 વાગ્યે અમરેલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે રિ કન્સ્ટ્રકશનના નામે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. તેમણે આગળ પત્રમાં ઉલ્લેખ કર્યો કે, ભાજપ નેતાના અહમ સંતોષવા આ દીકરીનું સરઘસ કાઢી આ કૃત્ય કરાયું હતું. કાયદાકીય રીતે રાત્રિના સમયે મહિલાની ધરપકડ કરી ન શકાય, તેમ છતા પોલીસ દ્વારા આ કરવામાં આવ્યું જે ખોટું છે. તેમણે કહ્યું કે, આ દીકરી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. તેમણે તે પણ ઉલ્લેખ કર્યો કે, જ્યારે અમરેલીમાં બેફામ દારૂ, ખનીજ ચોરીના આરોપીઓનું ક્યારેય સરઘસ કાઢવામાં આવ્યું નથી. અમરેલીમાં ઘણા ફરાર આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે, જે આરોપીઓને પકડવામાં આવતા નથી.

Advertisement

ખોડલધામના નરેશ પટેલને પત્ર લખી કરી આ માંગ

સમગ્ર મામલે ખોડલધામના નરેશ પટેલને પણ આ મામલે પત્ર લખવામાં આવ્યો છે. જેમા પ્રતાપ દૂધાતે ઉપર જણાવ્યા અનુસાર ઉલ્લેખ કર્યો છે. આ પત્રમાં તેમણે વિશેષ સમાજના આગેવાનોને બહાર આવી આ મામલે દીકરીને સાથ-સહકાર આપવા વિનંતી કરી છે. ઉપરાંત તેમણે દીકરીનું બિન-અધિકૃત રીકે સરઘસ કાઢનારા સામે કડક તપાસ થાય તે માટે સરકાર પાસે માંગણી કરવા વિનંતી કરી છે. વળી આ સમગ્ર મામલે કોઇ સ્ટેટમેન્ટ આપવા પણ કહ્યું છે. બીજી તરફ પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે પણ આ મામલે રોષ ઠાલવ્યો છે. તેમણે 'રાતના 12 વાગ્યે મહિલાની ધરપકડ કરી સરઘસ કાઢવાને ગેરબંધારણીય' ગણાવ્યું છે. તેમણે આગળ કહ્યું કે, કોઈપણ દિકરી કે સ્ત્રી પર ખોટો અન્યાય અસહનીય છે.

Advertisement

આ પણ વાંચો:  Gujarat: અમરેલી નકલી લેટરકાંડમાં ખુલાસો, તાલુકા ભાજપના પ્રમુખ બનવા કાવતરૂ ઘડ્યું

Tags :
Advertisement

.

×