Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ, ભાજપ સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવેએ યોજી બેઠક

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ સંગઠન પ્રભારી અનિરૂદ્ધ દવેએ કોર્પોરેટરો અને હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજી હતી. તેમણે પક્ષમાં કોઈ પણ પ્રકારના જૂથવાદનો ઇનકાર કરી તમામ કાર્યકરો એક હોવાનું જણાવ્યું હતું. આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
rajkot  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ  ભાજપ સંગઠન પ્રભારી અનિરુદ્ધ દવેએ યોજી બેઠક
Advertisement
  • Rajkot: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ એક્શન મોડમાં
  • રાજકોટ ભાજપ સંગઠનના પ્રભારી અનિરુદ્ધ દવે રાજકોટમાં
  • ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેટરો સહિતના હોદ્દેદારો સાથે બેઠક

Rajkot: રાજકોટમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો (Local Body Elections) ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજકોટ ભાજપ સંગઠનના પ્રભારી અનિરૂદ્ધ દવે (Aniruddh Dave) આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પક્ષના પ્રદેશ અને સ્થાનિક માળખાને વધુ મજબૂત કરવા માટે કવાયત હાથ ધરી છે.

RAJKOT BJP MEETING_GUJARATFIRST 3

Advertisement

Rajkot: ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક

રાજકોટ ભાજપ કાર્યાલય (BJP Office) ખાતે યોજાયેલી આ હાઈપ્રોફાઈલ બેઠકમાં શહેરના કોર્પોરેટરો (Corporators), સંગઠનના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓની રણનીતિ ઘડવાનો અને વોર્ડ સ્તરે પક્ષની કામગીરીની સમીક્ષા કરવાનો હતો. પ્રભારીએ દરેક હોદ્દેદારો સાથે વ્યક્તિગત ચર્ચા કરી પાયાના સ્તરે સંગઠનને કેવી રીતે વધુ ગતિશીલ બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

RAJKOT BJP MEETING_GUJARATFIRST 12457

Rajkot: રાજકોટના પ્રભારી બન્યા બાદ પ્રથમ મુલાકાત

પ્રભારી અનિરુધ્ધ દવેએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટના પ્રભારી બન્યા બાદ આજે પહેલીવાર રાજકોટની મુલાકાતે આવ્યા છે. રાજકોટમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું છે. આ પછી તમામ આગેવાનો અને કાર્યકર્તા સાથે બેઠક યોજવા વાત કરી હતી. રાજકોટમાં પણ આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી લક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવશે અને આગામી ચૂંટણીમાં તમામ 18 વોર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ચૂંટણી માટે ભાજપ હંમેશા સજ્જ: ભાજપ સંગઠન પ્રભારી

બેઠક દરમિયાન સંગઠન પ્રભારી અનિરૂદ્ધ દવે (Aniruddh Dave) એ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, "ચૂંટણી મામલે ભાજપ હંમેશા સજ્જ હોય છે. તેમણે  કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે કાર્યકરોને આહવાન કર્યું હતુ.

જૂથવાદની ચર્ચાઓ પર પૂર્ણવિરામ

રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદની ચાલતી અટકળો પર પ્રભારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "ભાજપમાં કોઈ જ જૂથવાદ નથી, અમે બધા એક જ છીએ." તેમણે કાર્યકરોમાં એકતાનો મંત્ર ફૂંકતા કહ્યું કે પક્ષના શિસ્તબદ્ધ માળખામાં દરેક વ્યક્તિ સંગઠનના હિત માટે કામ કરે છે.

RAJKOT BJP MEETING_GUJARATFIRST 22

સંગઠન મજબૂતીકરણ પર ભાર

બેઠકના અંતે તેમણે જણાવ્યું કે, "વિવિધ હોદ્દેદારો સાથે બેઠક કરી પાર્ટીને વધુ મજબૂત બનાવીશું." આગામી દિવસોમાં પેજ સમિતિ (Page Committee) અને બૂથ સ્તરના (Booth Level) કાર્યક્રમોને વેગ આપીને વિરોધ પક્ષો સામે મજબૂત પકડ જમાવવા માટે રાજકોટ ભાજપે કમર કસી લીધી છે.

આ પણ વાંચોઃ Jetpur: સોના જેવો ઘઉંનો પાક રાખમાં ફેરવાયો! PGVCL ની બેદરકારીના આક્ષેપ, જાણો કેવી રીતે લાગી આગ?

Tags :
Advertisement

.

×