Rajkot : PGVCLની લાલિયાવાડી સામે સ્થાનિકો અને ભાજપ નેતાએ હલ્લાબોલ કર્યો
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે લીધો અધિકારીનો ઉધડો
- વોર્ડ નં-4માં છેલ્લા 4 દિવસથી વીજળી જતા લીધો ઉધડો
- PGVCLના અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ નથી ઉપાડતા ફોન
Rajkot PGVCL : રાજકોટમાં PGVCLની લાલિયાવાડી સામે હલ્લાબોલ થયો છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો છે. તેમાં વોર્ડ નં-4માં છેલ્લા 4 દિવસથી વીજળી જતા ઉધડો લીધો છે. PGVCLના અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ ફોન ઉપાડતા નથી. રાત્રે PGVCLની ઓફિસમાં આવી જયમીન ઠાકરે અધિકારીને ખખડાવ્યા છે. જેમાં રાત્રે PGVCLના અધિકારીને ઓફિસમાં બોલાવી જયમીન ઠાકરે ખખડાવ્યા છે.
ભાજપના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ફોન ઉપડતા નથી
PGVCLના અધિકારી ભાજપના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ફોન ઉપડતા નથી. જેમાં રાજકોટમાં ભાજપ નેતાએ રાત્રે હલ્લાબોલ કર્યો હતો. જામટાવર ખાતે આવેલ PGVCL ઓફિસમાં હલ્લાબોલ થતા માહોલ ગરમાયો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપ નેતા જયમીન ઠાકર PGVCL કચેરીમાં પહોચ્યા હતા. જેમાં ચાર દિવસથી લાઈટ મામલે PGVCLની કચેરીમાં કોઈ ફોન ન ઉપાડતા મામલો ગરમાયો છે. તેથી ભાજપ નેતા જયમીન ઠાકરે PGVCLના અધિકારીને ખખડાવી નાખ્યા છે. વોર્ડ 2માં હવે લાઇટ જશે તો અધિકારીને મારશે તેમજ તેમના ઘરની લાઈટો કાપશે તેવી ભાજપ નેતાએ ધમકી આપી છે. PGVCLના કર્મચારીઓ ઘરે હતા અને નેતાઓએ બધા અધિકારીને ઓફિસે બોલાવી ખખડાવી નાખ્યા છે.
વોર્ડ 2માં છેલ્લા 4 દિવસથી સતત લાઈટ જતી રહે છે
રાજકોટના વોર્ડ 2માં છેલ્લા 4 દિવસથી સતત લાઈટ જતી રહે છે જેથી નેતા સ્થાનિકો સાથે ઓફિસો પહોંચ્યા હતા. સ્થાનિકોએ જયમીન ઠાકર સાથે PGVCL કચેરીમાં રાત્રે 3 વાગ્યે હલ્લાબોલ મચાવ્યો હતો. અધિકારીએ લેખિતમાં લાઇટ નહીં જાય તેવી ખાતરી આપતા મામલો સુલટાયો છે. તથા PGVCL ના કર્મચારીઓ લોકોના ફોન ન ઉપાડતા હોવાની અનેક ફરિયાદો મળે છે તેમ ભાજપના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 30 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?