Rajkot Lodhika Sangh Election: લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો જંગ, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને
Rajkot Lodhika Sangh Election: એશિયાના સૌથી મોટા રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ (રાજકોટ લોધિકા સંઘ) ની ચૂંટણીને લઈને રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સંઘની મહત્વની 5 ડિરેક્ટર બેઠકો માટે આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ચૂંટણી અત્યંત રોમાંચક અને ચર્ચાસ્પદ એટલા માટે બની છે કારણ કે અહીં કોઈ વિપક્ષ સામે નહીં પરંતુ ખુદ ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.
Advertisement
Rajkot Lodhika Sangh Election: એશિયાના સૌથી મોટા રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ (રાજકોટ લોધિકા સંઘ) ની ચૂંટણીને લઈને રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સંઘની મહત્વની 5 ડિરેક્ટર બેઠકો માટે આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ચૂંટણી અત્યંત રોમાંચક અને ચર્ચાસ્પદ એટલા માટે બની છે કારણ કે અહીં કોઈ વિપક્ષ સામે નહીં પરંતુ ખુદ ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. સહકારી ક્ષેત્ર પર પોતાનો દબદબો અને વર્ચસ્વ જમાવવા માટે દિગ્ગજ નેતાઓ વચ્ચે આંતરિક કાવાદાવા અને ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.

