Rajkot Lok Mela: સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા
- જન્માષ્ટમી લોકમેળો આ વર્ષે પણ રાઇડ્સ વિહોણો રહેશે!
- એસઓપી લોકની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે
- રાઈડ્સના નિયમો હળવા કરી મંજૂરી આપવી: ભાજપ નેતા
Rajkot Lok Mela: ગુજરાતના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાજપ નેતા વિનુભાઈ ઘવાનીએ જણાવ્યું છે કે લોકમેળો થવો જ જોઈએ અને રાઈડ્સ સાથે જ થવો જોઈએ. મુખ્યમંત્રીને પત્ર લખી લોકમેળામાં રાઈડ્સના નિયમો હળવા કરવા માંગ કરીશ. ચકેડી, રાઈડ્સ અને ફઝર ફળકા સાથે જ મેળો થવો જોઈએ. લોકમેળા મુદ્દે જેને વાંધો હોઈ તે ઘરે રહે. રાઈડ્સના નિયમો હળવા કરવા અને કાગળોમાં બાંધછોડ કરી મંજૂરી આપવી જોઈએ.
જન્માષ્ટમી લોકમેળો આ વર્ષે પણ રાઇડ્સ વિહોણો રહેશે!
સમગ્ર સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ એવા રાજકોટના જન્માષ્ટમી લોકમેળો આ વર્ષે પણ રાઇડ્સ વિહોણો રહેશે. આજ દિવસ સુધીમાં એક પણ રાઇડ્સ સંચાલકે ફોર્મ ઉપાડ્યું નથી. રાજકોટ જન્માષ્ટમી લોકમેળા સમિતિના અધ્યક્ષ અને રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશએ પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે હવે રાઇડ્સ માટે મુદ્દત વધારવાની બિલકુલ વિચારણા નથી. તેમણે ઉમેર્યું હતું કે નાની રાઇડ્સ અને સ્ટોલધારકો માટે કદાચ હજુ ત્રણથી પાંચ દિવસની મુદત વધારવાનું વિચારાધિન છે. રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળામાં આ વર્ષે કુલ 238 સ્ટોલ માટે આજ સુધીમાં ફક્ત 25 ફોર્મ જ ઉપડ્યા છે. દર વર્ષે યોજાતા લોકમેળામાં સૌથી વધુ સ્ટોલ રમકડાના તેમજ આઈસ્ક્રીમ અને ખાણીપીણીના હોય છે પરંતુ આ વર્ષે આ ધંધાર્થીઓએ પણ રસ દાખવ્યો નથી.
એસઓપી લોકની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં તા.14મીથી 18 ઓગષ્ટ 2025 સુધી પાંચ દિવસ માટે લોકમેળો યોજવાની જાહેર કરી છે. ત્યારે આ વર્ષે પણ રાઇડ્સ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરમાં કોઈ ફેરફાર કરાયો નથી. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં કોઇ દુર્ઘટના ના ઘટે તે માટે તંત્ર દ્વારા કડક એસઓપી બનાવવામાં આવી છે. ત્યારે રાઈડ સંચાલકો દ્વારા એસઓપી હળવી કરવાની માંગ કરવામાં આવી છે. પરંતુ એસઓપીને લઈને જિલ્લા કલેક્ટર તંત્રએ સ્પષ્ટ વલણ દાખવ્યું છે કે રાઈડ્સ અંગેની એસઓપીમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે એસઓપી લોકની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat News: જનરેટરના ગેસથી ગૂંગળામણને કારણે એક જ પરિવારના 3 લોકોના મોત