Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Lok Mela : લોકમેળો યોજાશે કે નહીં ? ઓલ ગુજરાત મેળા એસોસિએશને કહી આ વાત

આ વર્ષે રાજકોટ લોકમેળો ઘણો ચર્ચામાં છે અને તે યોજાશે કે નહીં તેને લઈને અસમંજસની સ્થિતિ પણ સર્જાઈ છે.
rajkot lok mela   લોકમેળો યોજાશે કે નહીં   ઓલ ગુજરાત મેળા એસોસિએશને કહી આ વાત
Advertisement
  1. રાજકોટ લોકમેળાને લઈ અસમંજસની સ્થિતિ! (Rajkot Lok mela)
  2. ઓલ ગુજરાત મેળા એસોસિએશનએ પત્રકાર પરિષદ યોજી
  3. સરકારની SOP સામે એસોસિએશનને ઉઠાવ્યો વાંધો
  4. 'ફાઉન્ડેશન કરવું શક્ય નથી એ ખર્ચ પોસાઈ તેમ નથી'
  5. 'રાઈડ્સનું બિલ માંગે છે એ શક્ય નથી'
  6. સરકાર SOP નહિ સુધારે તો રાજ્યના તમામ લોકમેળા બંધ રહેશે

Rajkot Lok mela : રંગીલા રાજકોટનો લોકમેળો સમગ્ર રાજ્યમાં જાણીતો છે. જન્માષ્ટમી મહોત્સવ (Janmashtami) દરમિયાન રાજકોટનાં રેસકોર્ષ ખાતે વર્ષોથી ઊજવાતો આ લોકમેળાની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે, આ વર્ષે રાજકોટ લોકમેળો ઘણો ચર્ચામાં છે અને તે યોજાશે કે નહીં તેને લઈને અસમંજસની સ્થિતિ પણ સર્જાઈ છે. અગાઉ લોકમેળો દૂર ખસેડવાની વાત સામે આવી હતી. ત્યારે આજે ઓલ ગુજરાત મેળા એસોસિએશને (All Gujarat Mela Association) પત્રકાર પરિષદ યોજીને સરકાર ની SOP સામે વાંધો ઉઠાવ્યો છે અને SOP માં સુધારો કરવા માગ કરી છે.

આ પણ વાંચો - Rajkot TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓના હવાતિયા, વધુ એક આરોપીએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર

Advertisement

સરકારની SOP સામે એસોસિએશનને ઉઠાવ્યો વાંધો

પ્રાપ્ત માહિતી અનુસાર, ફાઉન્ડેશન મુદ્દે મેળા વેલફેર એસોસિએશન (All Gujarat Mela Association) સરકાર સામે મેદાને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, આજે ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ યોજવવામાં આવી હતી. દરમિયાન એસો. દ્વારા જણાવાયું કે, ફાઉન્ડેશન કરવું શક્ય નથી એ ખર્ચ પોસાઈ તેમ નથી. એસોસિએશનનાં સભ્ય પરેશભાઈ ભટ્ટ અને કૃણાલભાઈ ભટ્ટે જણાવ્યું કે, સરકાર રાઈડ્સનું બિલ માંગે છે એ શક્ય નથી. રાઈડ્સ એસેમ્બલ હોઈ છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot Lok Mela : Gujarat First નાં અહેવાલની ધારદાર અસર, રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જ યોજાશે લોકમેળો

'સરકાર SOP નહિ સુધારે તો તમામ લોકમેળા-પ્રાઇવેટ મેળા બંધ રહેશે'

તેમણે વધુમાં કહ્યું કે, રાઈડ્સ ઓપરેટરનું લાયસન્સ માંગે છે જે શક્ય જ નથી. જો સરકાર SOP નહિ સુધારે તો રાજ્યનાં તમામ લોકમેળા (Rajkot Lok mela) અને પ્રાઇવેટ મેળા બંધ રહેશે. માહિતી અનુસાર, મેળા એસોસિએશનમાં હાલમાં 400 સભ્યો છે. નોંધનીય છે કે રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાની ઘટના (TRP Game Zone Fire Incident) બની હતી, જેમાં બાળકો સહિત 27 લોકો આગમાં ભડથું થયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ગેમઝોન અને એમ્યુઝમેન્ટ રાઇડ્સ માટે ખાસ SOP તૈયારી કરી હતી. આ એસઓપીનાં નિયમો અને શરતોનું ફરજિયાત પાલન કરવા નિર્દેશ અપાયા છે. જો કે, આ એસઓપીનાં અંદાજે 3-4 મુદ્દાઓ સામે મેળા વેલફેર એસોસિએશન દ્વારા વાંધો ઊઠાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Rajkot : શહેરનો લોકમેળો શું આ વર્ષે ફરી ચકડોળે ચડશે?

Tags :
Advertisement

.

×