Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : માધાપર ચોકડી પાસે માનવતા નેવે મૂકાઈ, પિતા-પુત્રએ શ્વાન પર ગુજાર્યો અત્યાચાર

રાજકોટની માધાપર ચોકડી પાસે સર્જાયેલી એક ઘટનાએ પશુ પ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે. સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ એક મૂંગા જીવ પર જે રીતે હુમલો કર્યો અને ત્યારબાદ વચ્ચે પડનાર મહિલાઓ સાથે જે વર્તન કર્યું, તે ખરેખર સ્તબ્ધ કરી દે તેવું છે. આ વિવાદ પાછળનું અસલી કારણ શું હતું અને શું પોલીસ આ શખ્સો સામે કડક પગલાં લેશે?
rajkot   માધાપર ચોકડી પાસે માનવતા નેવે મૂકાઈ  પિતા પુત્રએ શ્વાન પર ગુજાર્યો અત્યાચાર
Advertisement
  • Rajkot ના માધાપર ચોકડી પાસે માનવતાને શરમાવે તેવી ઘટના
  • શ્વાન પર રીતસરના તૂટી પડ્યા પિતા-પુત્ર
  • શ્વાનને માર મારતા હોવાનો વીડિયો આવ્યો સામે
  • શ્વાનને બચાવવા આવેલી મહિલાઓને પણ માર્યો માર
  • યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે FIR નોંધવા કાર્યવાહી શરૂ
  • પશુ પ્રેમી સંગઠનોમાં ભારે રોષ અને ન્યાયની માંગણી

Rajkot: રંગીલા રાજકોટમાં અવારનવાર વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ શહેરના માધાપર ચોકડી (Madhapar Chowk) પાસે બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. મૂંગા પશુઓ પ્રત્યેની સંવેદના જાણે ઓગળી ગઈ હોય તેમ એક પિતા અને પુત્રએ સાથે મળીને શ્વાન પર લાકડીઓ અને ધોકા વડે હિંસક હુમલો (Animal Attack) કર્યો હોવાની ઘટના સામે આવી છે.

શ્વાન પર કોઈ કારણસર ગુસ્સે થઈને હુમલો કર્યો

સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, માધાપર ચોકડી પાસે આવેલી એક સોસાયટીના માર્ગ પર આ પિતા-પુત્રએ રસ્તા પર બેઠેલા શ્વાન પર કોઈ કારણસર ગુસ્સે થઈને હુમલો કર્યો હતો. શ્વાન પીડાથી રડતું રહ્યું છતાં પણ આ બંને શખ્સોનું હૃદય પીગળ્યું નહોતું. આ ક્રૂરતા (Cruelty) જોઈને આસપાસ રહેતી અને પશુ પ્રેમી મહિલાઓ શ્વાનને બચાવવા માટે વચ્ચે પડી હતી. જોકે, આવેશમાં આવેલા પિતા-પુત્રએ આ મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યું અને તેમને પણ માર માર્યો હોવાના આક્ષેપો થયા છે.

Advertisement

Advertisement

Rajkot પોલીસ દ્વારા કાર્યવાહી

આ સમગ્ર હિંસક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પશુ પ્રેમી સંગઠનો પણ આ મામલે સક્રિય થયા છે. હાલમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station) ખાતે ભોગ બનનાર મહિલાઓ અને પ્રાણી ક્રૂરતા નિવારણ એક્ટ (Prevention of Cruelty to Animals Act) હેઠળ પિતા-પુત્ર સામે FIR નોંધવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Rajkot : એસ.ટી વોલ્વો બસની અડફેટે વૃદ્ધાનું મોત, ડ્રાઈવરની સામે પોલીસે નોંધ્યો ગુનો

Tags :
Advertisement

.

×