Rajkot : ગજરાજને માર મારવાના Video મુદ્દે મહંત જ્યોતિર્નાથ મહારાજ રોષે ભરાયા!
- ગજરાજને માર મારવાના વીડિયો મુદ્દે મહંત જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન (Rajkot)
- ગજરાજને માર મારવા મુદ્દે જ્યોતિર્નાથ મહારાજે તંત્ર પર ઉઠાવ્યા સવાલ
- હાથીને કાબૂમાં કરવા ઇન્જેક્શન આપવામાં આવ્યા: જયોતિર્નાથ મહારાજ
- "ક્રૂરતા દાખવનાર સામે સરકારે-જીવદયા પ્રેમીઓએ એક્શન લેવા જોઈએ"
Rajkot : અમદાવાદમાં યોજાયેલ રથયાત્રામાં (Ahmedabad RathYatra) ગજરાજ બેકાબૂ થયા હતા, જેના કારણે થોડા સમય માટે અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. જો કે, ગજરાજ કાબૂમાં આવી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ, આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર મહાવત દ્વારા ગજરાજને માર મારવાનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો, જે બા હોબાળો મચી જવા પામ્યો છે. આ મામલે હવે મહંત જ્યોતિર્નાથ મહારાજની (Mahant Jyotirnath Maharaj) પ્રતિક્રિયા સામે આવી છે.
આ પણ વાંચો - RathYatra2025 : ગજરાજને માર મારતા Video મામલે તપાસનો ધમધમાટ
ગજરાજને માર મારવા મુદ્દે જ્યોતિર્નાથ મહારાજે તંત્ર પર ઉઠાવ્યા સવાલ
મહંત જ્યોતિર્નાથ મહારાજે ગજરાજને માર મારવા મુદ્દે તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, હાથીને કાબૂમાં કરવા ઇન્જેક્શન આપવામાં આવ્યા અને મંદિરે લઈ જઈ હાથી પર ક્રૂરતા દાખવવામાં આવી. જ્યારે, હાથીને લઈને નીકળો છો ત્યારે પાછળ થી DJ અને સિસોટી જેવા આવજો કરવામાં આવતા હતા. હાથીને લઈને નીકળો તો તે પ્રમાણે ડિસ્ટન્સ રાખવું જોઈએ. મહંતે જ્યોતિર્નાથ મહારાજે આગળ કહ્યું કે, પ્રાણી પ્રેમથી વસ થાય તમે તો વર્ષોથી તેને રાખો છો. ક્રૂરતા દાખવનાર સામે સરકારે-જીવદયા પ્રેમીઓએ એક્શન લેવા જોઈએ.
આ પણ વાંચો - Ahmedabad : હાથીને માર મારતા વાયરલ વીડિયો પર જગન્નાથ મંદિરના જગતગુરુ અને ટ્રસ્ટીની પ્રતિક્રિયા
'બાંધીને શું મારો છો, છૂટો કરીને મારો તો ખબર પડે શું થાય ?'
મહંત જ્યોતિર્નાથ મહારાજે (Mahant Jyotirnath Maharaj) આગળ કહ્યું કે, બાંધીને શું મારો છો, છૂટો કરીને મારો તો ખબર પડે શું થાય ? હાથી પર કરવામાં આવેલી બર્બરતા અને ક્રૂરતાને અમે વખોડીએ છીએ. કેમ વન વિભાગ આ વિષયમાં દોડી ન ગયું? શું આ રાજકીય અખાડો છે ? જણાવી દઈએ કે, ગજરાજને ક્રૂરતાપૂર્વક માર મારવાનાં વાઇરલ વીડિયો (Viral Video) મામલે અરજી થતાં ગાયકવાડ પોલીસે (Gaikwad Police) તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં મહાવત, સ્ટાફ સહિત 17 જેટલા લોકોનાં નિવેદન લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Surat : ત્રીજી વખત ગાંજાનો જથ્થો સપ્લાય કરવા જતા CRPF નો કોન્સ્ટેબલ ઝડપાયો