ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : Bahial Riot અંગે મહંત જ્યોતિર્નાથ મહારાજની પ્રતિક્રિયા, કહ્યું- હુમલો કરવા પાછળ..!

રાજકોટમાં દેહગામ પથ્થરમારાની ઘટના અંગે મહંત જ્યોતિર્નાથ મહારાજની (Mahant Jyotirnath Maharaj) પ્રતિક્રિયા સામે આવી છે.
12:17 PM Sep 25, 2025 IST | Vipul Sen
રાજકોટમાં દેહગામ પથ્થરમારાની ઘટના અંગે મહંત જ્યોતિર્નાથ મહારાજની (Mahant Jyotirnath Maharaj) પ્રતિક્રિયા સામે આવી છે.
Rajkot_Gujarat_first
  1. દહેગામના બહિયલમાં પથ્થરમારાની (Bahial Riot) ઘટનાને લઈ સાધુ સંતોમાં રોષ (Rajkot)
  2. જ્યોતિર્નાથ મહારાજે પથ્થરમારાની ઘટનાને વખોડી
  3. કેટલાક અસામાજિક તત્વો આ પ્રકારનું કૃત્ય કરે છેઃ જ્યોતિર્નાથ મહારાજ
  4. "સમાજના આગેવાનો આગળ આવે અને આવા તત્વોને ઓળખે"

Rajkot : ગાંધીનગર જિલ્લાના (Gandhinagar) દેહગામ તાલુકામાં (Dehgam) આવેલા બહિયલ ગામમાં પથ્થરમારાની ઘટનાથી કોમી વિખવાદ અને ગામની શાંતિ ભંગ થઈ છે. આ ઘટનાને લઈ સાધુ-સંતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દેહગામ પથ્થરમારાની ઘટના અંગે મહંત જ્યોતિર્નાથ મહારાજની (Mahant Jyotirnath Maharaj) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ ઘટનાને સંપૂર્ણપણે વખોડી છે અને શાંતિની અપીલ કરી છે.

આ પણ વાંચો - Gandhinagar : બહિયલમાં ગરબામાં પથ્થરમારો-આગચંપીની ઘટના મામલે સાક્ષીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

કેટલાક અસામાજિક તત્વો આ પ્રકારનું કૃત્ય કરે છેઃ જ્યોતિર્નાથ મહારાજ

મહંત જ્યોતિર્નાથ મહારાજે બહિયલ ગામમાં પથ્થરમારાની ઘટના (Bahial Riot) અંગે નિવેદન આપતા કહ્યું કે, કેટલાક અસામાજિક તત્વો આ પ્રકારનું કૃત્ય કરે છે. સમાજનાં આગેવાનોને મારી અપીલ છે કે તેઓ આગળ આવે અને આવા અસામાજિક તત્વોને ઓળખી દૂર કરે અને કડક પગલાં લે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડોહળવાનો પ્રયાસ કરે છે. એવા તત્વોને પોલીસને હવાલે કરે.

આ પણ વાંચો - Gandhinagar Encounter: PSI પાટડીયાની પિસ્તોલ ઝૂંટવી સાઇકો કિલરે પોલીસ પર ફાયરિંગ કરવુ ભારે પડ્યું

Bahial Riot માં સામેલ તત્વો સામે કડક કાર્યવાહીની માગ

મહંત જ્યોતિર્નાથ મહારાજે આગળ કહ્યું કે, હુમલો કરવા પાછળ કોણ મોટુ છે તેને ઓળખવા ખૂબ જ જરૂરી છે. પહેલા વડોદરા (Vadodara) અને હવે દહેગામમાં આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે. આ સાથે મહંત જ્યોતિર્નાથ મહારાજે સરકારને પણ અપીલ કરી કહ્યું કે, આવા અસમાજિક તત્વો સામે ઝડપી અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો - Surat : કરોડોની વ્હેલ માછલીની ઉલટી સાથે ઝડપાયેલા 3 આરોપીનાં રિમાન્ડ મંજૂર

Tags :
Bahial RiotBahial VillageDehgamDehgam PoliceGandhinagarGUJARAT FIRST NEWSMahant Jyotirnath MaharajRAJKOTstone peltingTop Gujarati NewsVadodara
Next Article