Rajkot: મહંતે સોશિયલ મીડિયામાં નાગનું ઘર કહીને વીડિયો મૂક્યા
- Rajkot: મંદિરના મહંતની કરવામાં આવી ધરપકડ
- મહંત શ્રદ્ધાળુઓને સાપ બતાડતા હતા
- 100થી વધુ સાપો મંદિરમાં રાખવામાં આવ્યા હતા
Rajkot: રાજકોટના ખેતલા આપા મંદિરમાંથી 52 જીવતા સાંપ મળ્યા છે. જેમાં મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી છે. જોકે મહંતે સોશિયલ મીડિયામાં નાગનું ઘર કહીને વીડિયો મૂક્યા હતા. તથા 100થી વધુ સાપો આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે મહંત નાગદેવતાનું મંદિર કહીને પ્રચાર કરતા હતા. જેમાં હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહંતની ધરપકડ કરી છે.
રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આ મંદિર આવેલું હતું
રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આ મંદિર આવેલું હતું. આ મંદિર ખુદ ખેતલાઆપા એટલે કે નાગબાપાનું મંદિર છે. જેને લઇને અહીંયા 100 કરતાં અલગ અલગ પ્રકારના સાપો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. તેમજ અહીંયા દર્શન માટે આવતા લોકોને પણ આ સાપો કોઈ પણ પ્રકારની હાની પહોંચાડતા નથી. જ્યારે મંદિરમાં સાપો માટે એક આખી અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેના કારણે તેઓ ખૂબ જ સહેલાઈથી મંદિરની આસપાસના વિસ્તારમાં ફરી શકે છે.
મંદિરના પૂજારી મનુભાઈએ જણાવ્યું હતું કે, " અહીંયા અલગ અલગ શ્રદ્ધાળુઓ પોતપોતાની માનતા અનુસાર આવતા હોય છે. જે ધાર્યું હોય તે પ્રસાદી ખેતલાઆપાને ચડાવતા હોય છે. જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ ચઢાવવામાં આવતી નથી.
Rajkot ના Khetla Aapa Temple માંથી 52 જીવતા સાપ મળ્યા | Gujarat First
ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહંતની કરવામાં આવી ધરપકડ
મહંત મનુ મણીરામ દુધરેજીયા શ્રદ્ધાળુઓને બતાડતો હતો સાપ
મહંતે સોશિયલ મીડિયામાં નાગનું ઘર કહીને વીડિયો મૂક્યા હતા
100થી વધુ સાપ આ મંદિરમાં રાખવામાં આવ્યા… pic.twitter.com/cYOJM7UnAH— Gujarat First (@GujaratFirst) November 19, 2025
Rajkot: મંદિરમાં પૂજારી મનુભાઈ પણ આ સાપોની વચ્ચે જ રહે છે
શ્રદ્ધાળુની જેવી યથાશક્તિ હોય તે પ્રમાણે તેઓ અહીંયા દૂધ, સાંકળ, શ્રીફળ, ચોકલેટ સહિતનો પ્રસાદ ધરાવે છે. જ્યારે હિન્દુ ધર્મમાં પણ નાગદાદાનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેને લઇને મોટી સંખ્યામાં લોકો અહીંયા ખેતલાઆપાના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે રાજકોટના આ અનોખા મંદિરની વિશેષતાએ છે કે અહીંયા 100 કરતા વધુ પ્રમાણમાં આ મંદિરમાં અલગ અલગ પ્રજાતિના સાપો વસવાટ કરે છે. અહીંયા દર્શન કરવા આવતા લોકોને પણ આ સાપ કાંઈ હાની પહોંચાડતા નથી. ત્યારે આ મંદિરમાં પૂજારી મનુભાઈ પણ આ સાપોની વચ્ચે જ રહે છે.
અમારા ઘરના કોઈપણ સભ્યોને નુકસાન પહોંચાડ્યું નથી
મનુ બાપાએ વધુમાં જણાવ્યું હતું કે, " અમારા કુળદેવતા જ ખેતલાઆપા છે. જેના કારણે જ અમે તેમની પૂજા કરીએ છીએ, ત્યારે ખુદ કુળદેવતા જ આ ખેતલાઆપા હોય તેવામાં તેઓ અમારી રક્ષા કરતા હોય છે. જેના માટે તેઓ અહીંયા અમારી સાથે વસવાટ કરે છે. તેમજ હજુ સુધી આ અલગ અલગ સાપોએ કોઇપણ દર્શનાર્થીઓ અથવા તો અમારા ઘરના કોઈપણ સભ્યોને નુકસાન પહોંચાડ્યું નથી.
આ પણ વાંચો: Jamnagar: સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવર બ્રિજનું કરાશે લોકાર્પણ


