Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: ગોંડલમાં ધાણાના વેપારીને મેનેજરે જ 92.92 લાખનો ચૂનો ચોપડ્યો

Gondal માં ધાણાના વેપારી સાથે મેનેજરે જ 92.92 લાખની છેતરપિંડી આચરતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથક (Gondal B. Division Police Station) માં ફરીયાદ નોંધાઈ છે. વાંચો વિગતવાર.
rajkot  ગોંડલમાં ધાણાના વેપારીને મેનેજરે જ 92 92 લાખનો ચૂનો ચોપડ્યો
Advertisement
  • ગોંડલમાં ધાણાના વેપારીને મેનેજરે જ 92.92 લાખનો ચૂનો ચોપડ્યો
  • સંબંધને ધ્યાને રાખીને Gondal ના વેપારીએ મેનેજરને નોકરી આપી હતી
  • ધાણાના વેપારીએ મેનેજર વિરુદ્ધ ગોંડલ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

Rajkot : ઘોર કળજૂગ...પિતાના સબંધે નોકરી પર રાખેલ મેનેજરે ગોંડલમાં ધાણાના વેપારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. સંબંધને ધ્યાને રાખીને ગોંડલના વેપારીએ મેનેજરને નોકરી આપી હતી. આ મેનેજરે જ 92.92 લાખની છેતરપિંડી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ધાણાના વેપારીએ મેનેજર વિરુદ્ધ ગોંડલ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન (Gondal B. Division Police Station) માં ફરિયાદ નોંધાવી છે.

ખોટી ચિઠ્ઠી મોકલી 1.90 કરોડ પડાવ્યા

ગોંડલમાં ધાણાના વેપારીના મેનેજરે જે થાળીમાં ખાધુ તેમાંજ થૂકી દીધું છે. મેનેજરે વેપારીને 92.92 લાખનો ચૂનો ચોપડ્યો (cheats) છે. જામવાડીમાં આવેલ પેઢીમાં નોકરી કરતા વિશ્વાસુ મેનેજર ગોબરસિંહ રાજપૂત (Gobarsinh Rajput) ધાણા ખરીદીની ખોટી ચિઠ્ઠી મોકલી 1.90 કરોડ પડાવી લીધા હતા. ઠગાઈકરીને મંગાવેલ 2 કરોડમાંથી આરોપીએ પ્લોટ પણ ખરીદી લીધો. જો કે 98 લાખનો પ્લોટ વેપારીને પરત કર્યા બાદ બાકીના રૂપિયા પરત ન કરી 92.92 લાખની છેતરપિંડી કરી છે. તેથી ઊંઝામાં ગોલ્ડન ચોકડી પાસે રહેતાં પીયુષભાઈ ગોવીંદભાઈ પટેલ (ઉવ.42) એ આરોપી ગોબરસિંહ નાગજી રાજપૂત (રહે. ઊંઝા) વિરુદ્ધ ગોંડલ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની કલમ અંતર્ગત ગુનો નોંધાવ્યો છે.

Advertisement

કેવી રીતે ભાંડો ફુટ્યો ?

તા.12/03/2025 ના એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાં ગોંડલની પેઢીમાં ધાણા ખરીદ વેચાણનો હિસાબ કરવામાં આવ્યો હતો. જેમાં એકાઉન્ટ વિભાગ તરફથી હિસાબ કરી સ્ટોક સ્ટેટમેન્ટ આપ્યું હતું. જેમાં ગોંડલ પેઢીમાં રહેલ સ્ટોકના હિસાબમાં ગરબડ જણાઈ હતી. આરોપી ગોબરસિંહ પાસે ગોંડલમા રહેલ ધાણાનો સ્ટોક અને તેને આપેલ સ્ટોક સ્ટેટમેન્ટમાં ઘણો તફાવત જોવા મળ્યો હતો. ગોબરસિંહએ વર્ષે 2023-24 માં ધાણા બોરી નં.1598 રૂ. 48,56,632 કોઈ ને વેંચી દીધેલ તેમજ વર્ષ 2024-25માં ધાણાની બોરી નં.4835 રૂ. 1,42,35,670 કોઈને વેચી દીધાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત ગોબરસિંહએ ધાણા કુલ બોરી નં. 6472 રૂ.1.90,92302 નો મુદામાલ માત્ર કાગળ ઉપર ધાણાની ખરીદી કરી તેઓ પાસે પૈસા મંગાવી પૈસા ચાઉં કરી દીધા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Vadodara : દુષિત પાણીથી અકળાયેલા રહીશોનો ક્રોધ બન્યો જવાળામુખી , માટલા ફોડી કર્યો ઉગ્ર વિરોધ

પૈસા આપવામાં આડોડાઈ

ભાગીદાર નીરવભાઈએ Gobarsinh Rajput પાસે પૈસા પરત માંગતા ગોબરસિંહએ કહ્યું કે, મેં ગોંડલમાં ગુંદાળા રોડ ઉપર આવેલ પટેલ નગરમા અંદાજીત 280 ચોરસ વારનો પ્લોટ લીધેલ છે તે રૂ.98 લાખની કીમતનો છે, તે હું તમને લખી આપીશ અને બાકીના પૈસા હું તમને હપ્તે હપ્તે પુરા કરી આપીશ. તે જ દીવસે ગોબરસિંહએ પ્લોટનું બાનાખત નીરવભાઈને કરી આપેલ હતું. હવે તા.13/03 ના રોજ પ્લોટનો દસ્તાવેજ કરવા માટે ગોબરસિંહ નીરવભાઈને સરદાર પટેલ સેવા ટ્રસ્ટ (Sardar Patel Seva Trust) ઓફીસે લઈ ગયો. અહીં નીરવભાઈને ધાકધમકી પણ આપવામાં આવી હતી. ગોબરસિંહએ પ્લોટનો દસ્તાવેજ કરી આપીને બાકીના પૈસા હું તમને હપ્તે હપ્તે આપી દઈશ તેમ જણાવ્યું હતું. આજ સુધી તેઓના નીકળતા પૈસા પરત ન આપી ફોન પણ ઉપાડતા ન હોવાથી ફરીયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad : હેવમોર આઈસ્ક્રીમના કોનમાંથી નીકળી ગરોળી, ચકચાર મચી ગઈ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી( ગોંડલ)

Tags :
Advertisement

.

×