Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ન્યૂડ વીડિયો કોલમાં વાત કરતા ઝડપાયા મારવાડી યુનિ.નાં પ્રોફેસર, ઓળખ છતી થઈ!

હવે આ પ્રોફેસરની ઓળખ પણ સામે આવી છે. પરંતુ, યુનિવર્સિટીનાં સત્તાધીશો દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
rajkot   ન્યૂડ વીડિયો કોલમાં વાત કરતા ઝડપાયા મારવાડી યુનિ નાં પ્રોફેસર  ઓળખ છતી થઈ
Advertisement
  1. Rajkot ની મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ
  2. વિદ્યાના ધામમાં પ્રોફેસરની હલકી કરતૂતનો મળ્યો પુરાવો
  3. મારવાડી યુનિવર્સિટીનાં પ્રોફેસરની નિમ્નકક્ષાની કરતૂત
  4. ન્યૂડ વીડિયો કોલ કરતા કેમેરામાં કેદ થયા પ્રોફેસર
  5. કોમ્પ્યુટર વિભાગનાં પ્રોફેસરની હલકી કરતૂત થઈ કેદ!

રાજકોટમાં (Rajkot) આવેલી અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી મારવાડી યુનિવર્સિટી (Marwari University) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અગાઉ મારવાડી યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ વિવાદમાં આવ્યા હતા ત્યારે હવે પ્રોફેસર ભારે વિવાદમાં આવ્યા છે. પ્રોફેસર ન્યૂડ વીડિયો કોલ કરતા કેમેરામાં કેદ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે વિદ્યાનાં ધામમાં પ્રોફેસરની આ હલકી કરતૂતનો વીડિયો યુનિવર્સિટીનાં જ કોઈ વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે વાઇરલ થતાં પ્રોફેસરની નિમ્નકક્ષાની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. હવે આ પ્રોફેસરની ઓળખ પણ સામે આવી છે. પરંતુ, યુનિવર્સિટીનાં સત્તાધીશો દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ કથિત વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Turkey-azerbaijan Boycott : ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશને દેશવાસીઓએ આવકારી, પાકિસ્તાનના મદદગાર તુર્કી-અઝરબૈજાનને સૌથી મોટો ફટકો

Advertisement

વિદ્યાના ધામમાં પ્રોફેસરની હલકી કરતૂતનો મળ્યો પુરાવો

રાજકોટની (Rajkot) ખાનગી મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ છે. અગાઉ યુનિવર્સિટીમાં ગાંજો પકડાતા વિવાદ સર્જાયો હતો. ત્યારે, હવે યુનિવર્સિટીનાં એક પ્રોફેસર ન્યૂડ વીડિયો કોલ (Viral Video Call) કરતા હોવાનો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. અહેવાલ છે કે આ વીડિયો યુનિવર્સિટીનાં જ કોઈ વિદ્યાર્થી દ્વારા ઉતારવામાં આવ્યો છે. વાઇરલ વીડિયોમાં પ્રોફેસર કોઈ મહિલાને વીડિયો કોલ કરતા અને મહિલા ન્યૂડ ડાન્સ કરતા નજરે પડે છે. જો કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Advertisement

આ પણ વાંચો - Gujarat : શું તમે ઘર કે ઓફિસ માટે પાણીના જગ-બોટલ મંગાવી પાણી પીવો છો ? તો ચેતી જજો

ન્યૂડ વીડિયો કોલ કરતા કેમેરામાં કેદ થયા પ્રોફેસર!

મારવાડી યુનિવર્સિટીનાં (Marwari University) જે પ્રોફેસરનો આ વીડિયો વાઇરલ થયો છે તેમનું નામ આશિષ કુમાર ભાલોડીયા હોવાનું અને તેઓ કોમ્પ્યુટર વિભાગનાં પ્રોફેસર હોવનાં પ્રાથમિક અહેવાલ છે. જો કે, આ અંગેની હકીકત જાણવા જ્યારે યુનિવર્સિટીનાં સત્તાધીશોનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે પ્રોફેસર અંગે કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ, મારવાડી યુનિવર્સિટીનાં પ્રોફેસરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. આ મામલે હવે યુનિવર્સિટી શું પગલાં લે છે તેનાં પર સૌની નજર છે.

આ પણ વાંચો - VADODARA : વોરંટની બજવણી કરતા પોલીસ જવાન સામે મહિલાએ કપડા ફાડ્યા

Tags :
Advertisement

.

×