Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : જાણીતી Gopal Namkeen ની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર સેફ્ટીને લઈ ઊભા થયાં અનેક સવાલ!

લોધિકાની મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આ આગ લાગી છે.
rajkot   જાણીતી gopal namkeen ની ફેક્ટરીમાં ભીષણ આગ  ફાયર સેફ્ટીને લઈ ઊભા થયાં અનેક સવાલ
Advertisement
  1. Rajkot માં TRP ગેમઝોન બાદ વધુ એક ભીષણ આગની ઘટના બની
  2. નામાંકિત ગોપાલ નમકીનની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી
  3. લોધિકાની મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ
  4. જાણીતી કંપનીમાં આગનાં બનાવ બાદ ફાયર સેફ્ટીને લઈ ઊભા થયાં અનેક સવાલ

રાજકોટમાં (Rajkot) TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ ફરી એકવાર વિકરાળ આગની હચમચાવતી ઘટના બની છે. લોધિકાની મેટોડા GIDC માં આવેલી અને નામાંકિત ગોપાલ નમકીનની ફેક્ટરીમાં (Gopal Namkeen factory) ભીષણ આગ લાગી હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે. જો કે, એવી પણ વાત મળી છે કે, ફેક્ટરીમાં ઓઇલ ટેન્કની પાસે આગ લાગી છે. જો ઓઈલ ટેન્ક ફાટે તો મોટી દુર્ઘટનાની ભીતિ છે. જો, ખરેખર એવું હોય તો માહિતી કેમ દબાવી તે મોટો સવાલ છે. આ સાથે અનેક સવાલ ઊભા થયા છે.

આ પણ વાંચો - Ahmedabad : લવજેહાદ, ગૌ હત્યા અને ડિમોલિશન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્ત્વનું નિવેદન!

Advertisement

Advertisement

જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ

રાજકોટ જિલ્લાના (Rajkot) લોધિકા તાલુકામાં મેટોડા GIDC ખાતે જણીતી ગોપાલ નમકીન કંપનીની ફેક્ટરી આવેલી છે. આ ફેકટરીમાં આજે વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને (Fire Brigde) કરાતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. ફેક્ટરીમાં આગ લાગતા લોકોનાં ટોળે ટોળા ત્યાં પહોંચ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે કાળા ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા છે.

આ પણ વાંચો - Narmada : ધારાસભ્ય Chaitar Vasava સામે ગંભીર આરોપો સાથે વધુ એક ફરિયાદ, વાંચો શું છે મામલો ?

ફેક્ટરીમાં ઓઇલ ટેન્કની પાસે આગ લાગ્યાની માહિતી

દરમિયાન, એવી પણ વાત સામે આવી છે કે ફેક્ટરીમાં આગ ઓઇલ ટેન્કની (Oil Tank) પાસે લાગી છે. ઓઈલ ટેન્ક સુધી આગ ન પહોંચે તે પહેલી પ્રાથમિકતા છે. જો ઓઈલ ટેન્ક ફાટે તો મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઈ છે. જો ખરેખર એવું હોય તો માહિતી કેમ દબાવી તે મોટો સવાલ લોકો વચ્ચે થઈ રહ્યો છે. સાથે જ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું ત્યાર પછી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હોવાની પણ ચર્ચા છે. ત્યારે સવાલ થાય છે કે...

> શું ગોપાલ નમકીનમાં ફાયર સેફ્ટીનાં નામે લોલમલોલ છે ?
> શું નામાંકિત કંપની હોવા છતાં ફાયર સેફ્ટીનાં સાધનો નથી ?
> શું આગ વિકરાળ રૂપ ધારણ કર્યા બાદ ફાયર વિભાગને જાણ કરાઈ હતી ?

આ પણ વાંચો - Banaskantha : મહાઠગ Niranjan Shrimali ની વધુ એક કરતૂત! માલિકની જાણ બહાર જ કરી દીધો દુકાનનો સોદો!

Tags :
Advertisement

.

×