Rajkot Cheque Return: RMC એક્શન મોડમાં ! 4.56 કરોડના ટેક્સ મામલે મિલકત ધારકોને ફટકારાઈ નોટિસ
- Rajkot: ચેક રિટર્ન મામલે RMC ની કડક કાર્યવાહી
- મિલકત વેરાના ચેક બાઉન્સ થતા તંત્રની લાલ આંખ
- કુલ 4.56 કરોડના 757 ચેક રિટર્ન થતા નોટિસ અપાઈ
- 62 મિલકત ધારકો સામે નોંધાઈ ફરિયાદ
- 695 મિલકત ધારકોએ ચેક રિટર્ન બાદ રોકડમાં વેરો ભર્યો
Rajkot Cheque Return: રાજકોટ મહાનગરપાલિકા (RMC) માં મિલકત વેરો (Property Tax) ભરવા માટે આપવામાં આવેલા ચેકો મોટી સંખ્યામાં બાઉન્સ થવાની ઘટના સામે આવી છે. મનપાના ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં કુલ 757 ચેક રિટર્ન થયા હોવાનું માલૂમ પડ્યું છે, જેની કુલ કિંમત 4.56 કરોડ રૂપિયાજેટલી થાય છે.
Rajkot મનપાની લાલ આંખ
ચેક રિટર્ન થતા જ મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું અને તમામ 757 મિલકત ધારકોને કાયદેસરની નોટિસ (Legal Notice) ફટકારવામાં આવી હતી. આ નોટિસની અસરને પગલે 757 પૈકી 695 મિલકત ધારકોએતાત્કાલિક પોતાની વેરાની રકમ રોકડમાં જમા કરાવી દીધી છે. તંત્ર દ્વારા મળેલી કડક સૂચના બાદ મોટાભાગના લોકોએ પેનલ્ટીથી બચવા માટે નાણાં ભરી દીધા છે.
બાકી રહેલા 62 ધારકો સામે કાર્યવાહી
નોટિસ આપવા છતાં હજુ પણ 62 મિલકત ધારકોએ વેરો ભરપાઈ કર્યો નથી. આથી, રાજકોટ મનપા દ્વારા આ 62 ચેક ધારકો સામે 'ચેક રિટર્ન' (Cheque Bounce) ની ફરિયાદ નોંધી કાયદેસરની કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્રના આ કડક વલણથી વેરો ન ભરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


