Rajkot માં સગીરાને સોશિયલ મીડિયાની મિત્રતા ભારે પડી, જુઓ Video
- મિત્ર બનેલી યુવતીએ અન્ય યુવક સાથે સગીરાનો કરાવ્યો સંપર્ક
- મોરબીની યુવતીની મદદથી યુવકે સગીરા પર આચર્યુ દુષ્કર્મ
- અટલ સરોવર પાસેના ફ્લેટમાં 13 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ
- સમીનાના ભાઈએ પણ સગીરા સાથે કર્યા હતા અડપલા
- સમીના સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી
- સતીશ ગોહેલ, સમીના, આફતાબ અને ફૈઝાનની કરાઈ ધરપકડ
- છેલ્લા બે મહિનાથી સગીરા સોશિયલ મીડિયામાં હતી આરોપીના સંપર્કમાં
Rajkot : મોરબી શહેરમાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં 4 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. આ કેસમાં એક યુવતી સહિત કુલ 4 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, જેમાં સતીશ ગોહેલ, સમીના, આફતાબ અને ફૈઝાનનો સમાવેશ થાય છે.
13 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ
મળી રહેલી માહિતી મુજબ, સગીરાની ઓળખ આરોપીઓ સાથે સોશિયલ મીડિયા મારફતે થઈ હતી. છેલ્લા 2 મહિનાથી સગીરા આરોપીઓના સંપર્કમાં હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓમાંની એક યુવતીએ સગીરાને બોલાવી અન્ય યુવક સુધી પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓએ ગેરકાયદેસર રીતે તેનો લાભ ઉઠાવ્યો હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા જ તેમણે ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી લીધા છે અને વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં સગીરાની સાથે અન્ય કોઈએ પણ દુર્વ્યવહાર કર્યો છે કે નહીં, તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.
પોલીસની અપીલ
મોરબી પોલીસે જણાવ્યું કે, આવા કેસોમાં સાયબર માધ્યમોનો દુરૂપયોગ વધી રહ્યો છે. નાગરિકોને ખાસ કરીને સગીરાઓના માતા-પિતાને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા પર માહિતી શેર ન કરવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો : Rajkot Heavy Rain : પોપટપરા ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા, Gujarat First ના રિપોર્ટરે આ રીતે કરી મદદ!