Viral Audio: માલિકનો પગાર સાંભળીને ચોરનું હૃદય પીગળ્યું! માલિક સાથે કરી અનોખી ડિલ
- રાજકોટમાં મોબાઈલ ચોરનો Audio થયો Viral
- ચોરેલો મોબાઈલ પરત આપવા ચોરે આપી ઓફર
- 500 રૂપિયામાં મોબાઈલ પરત આપવા કરી ડીલ
- મોબાઈલ માલિકના ઓછા પગારની જાણ થતા કરી ઓફર
- મોબાઈલ ચોર અને માલિકની વાતચીતનો ઓડિયો વાયરલ
- ગુજરાત ફર્સ્ટ વાયરલ ઓડિયો ક્લીપની પુષ્ટી નથી કરતું
Rajkot Viral Audio : સામાન્ય રીતે મોબાઈલ ચોરાઈ ગયા પછી તે પાછો મળવાની આશા નહિવત હોય છે, પરંતુ રંગીલા રાજકોટમાં એક અત્યંત ચોંકાવનારો અને રમુજી કિસ્સો સામે આવ્યો છે. શહેરના એક મોબાઈલ ચોરનો ઓડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ ઓડિયોમાં ચોર પોતે જ મોબાઈલ માલિકને ફોન કરીને તેને પરત આપવાની ઓફર (Offer) કરી રહ્યો છે.
ઓછા પગારની વાત સાંભળી ચોરનું દિલ પીગળ્યું
વાયરલ ઓડિયો મુજબ, જ્યારે મોબાઈલ ચોરાયો ત્યારે માલિકે પોતાના જ નંબર પર ફોન કર્યો હતો. ચોરે ફોન ઉપાડ્યો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. વાતચીત દરમિયાન જ્યારે મોબાઈલ માલિકે પોતાની આર્થિક સ્થિતિ અને અત્યંત ઓછા પગાર (Salary) વિશે ચોરને જણાવ્યું, ત્યારે ચોરનું હૃદય પરિવર્તન થયું હોય તેમ જણાયું હતું. માલિકની લાચારી જોઈને ચોરે મોબાઈલ વેચવાને બદલે તેને પરત આપવાનો નિર્ણય કર્યો.
Rajkot mobile theft viral audio: "મારું કામ જ મોબાઇલ ચોરવાનું છે"
રાજકોટના મોબાઈલ ચોરનો ઓડિયો વાયરલ પગાર સાંભળી પીગળ્યો મોબાઇલ ચોર!
રાજકોટમાં મોબાઇલ ચોરી બાદ ચોર અને માલિકની વાતચીતનો ઓડિયો વાયરલ
ચોરે ખુલ્લેઆમ કહ્યું, “મારું કામ જ મોબાઇલ ચોરવાનું છે”
પહેલા મોબાઇલ પરત આપવા ₹1000… pic.twitter.com/buDOAxKsur— Gujarat First (@GujaratFirst) May 10, 2026
માત્ર 500 રૂપિયામાં મોબાઈલની 'ડીલ'
ચોરે મોબાઈલ માલિક સામે એક અનોખી શરત મૂકી હતી. તેણે કહ્યું કે જો માલિક તેને 500 રૂપિયા આપે તો તે મોબાઈલ સુરક્ષિત રીતે પરત કરી દેશે. આ 500 રૂપિયાની ડીલ (Deal) પાછળનું કારણ કદાચ ચોરનો પોતાનો ખર્ચ કે અન્ય લાલચ હોઈ શકે, પરંતુ માલિક માટે હજારોનો ફોન માત્ર 500 રૂપિયામાં પાછો મળવો એ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ વિચિત્ર વાતચીતનો ઓડિયો હવે રાજકોટ (Rajkot) સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વાયરલ ઓડિયોની સત્યતા
જોકે, આ ઓડિયો ક્લિપ કયા વિસ્તારની છે અને ખરેખર કયા વ્યક્તિની છે તે અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) આ વાયરલ ઓડિયો ક્લિપની સત્યતાની પુષ્ટિ કરતું નથી. પરંતુ સોશિયલ મીડિયામાં લોકો આ 'ભલા ચોર' વિશે જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તેને 'માનવતા' કહી રહ્યા છે, તો કેટલાક તેને પોલીસથી બચવાનો નુસખો ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો: હવે પોલીસ જેવી ગાડીમાં આવે છે ચોરો!, Gandhinagar માં કારના વ્હીલ પ્લેટની ચોરી


