Ribda Suicide Case ની મુખ્ય આરોપી પૂજા રાજગોરનું કાર અકસ્માતમાં કમકમાટીભર્યું મોત
Car Accident Gujarat: રાજકોટના શ્રીનાથગઢ-મોવિયા રોડ પર સાસણથી પરત ફરતી કાર વૃક્ષ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રીબડા અમિત ખૂંટ આપઘાત કેસની 25 વર્ષીય આરોપી યુવતી પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 4 વર્ષની બાળકી સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
Advertisement
Puja Rajgor Death: રાજકોટ (Rajkot) જીલ્લાના શ્રીનાથગઢ (Shrinathgadh) અને મોવિયા (Movia) રોડ વચ્ચે એક અત્યંત કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સાસણ (Sasan) થી પ્રવાસ કરીને પરત ફરી રહેલા મિત્રોની કાર રસ્તા પર આવેલા એક ઘટાદાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પૂરઝડપે જઈ રહેલી કારના ભુક્કા બોલી ગયા હતા. આ દુર્ઘટનામાં 25 વર્ષીય પૂજા રાજગોર (Pooja Rajgor) નામની યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

