Rajkot માં ભાજપનું શક્તિ પ્રદર્શન, DyCM હર્ષભાઈ સંઘવીનો ભવ્ય રોડ શો, જાણો સમગ્ર કાર્યક્રમની વિગતો
- DyCM Harshbhai Sanghavi નો Rajkot માં ભવ્ય રોડ શો
- જુના રાજકોટમાં હર્ષભાઈ સંઘવીનું શક્તિ પ્રદર્શન
- મહાનગરપાલિકાના ઉમેદવારોને જીતાડવા ખુદ નાયબ મુખ્યમંત્રી મેદાનમાં
- હર્ષભાઈ સંઘવી છેલ્લી ઘડીના પ્રચાર માટે કાર્યકર્તાને આપશે માર્ગદર્શન
- નાયબ મુખ્યમંત્રી નાગરિકો સાથે રૂબરૂ સંવાદ કરશે
DyCM Harshbhai Sanghavi Rajkot Road Show: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી (Rajkot Municipal Corporation Elections) માં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે ખુદ નાયબ મુખ્યમંત્રી (DyCM) હર્ષભાઈ સંઘવી આજે રાજકોટના ગઢમાં ઉતરશે. આજે સાંજે 5:00 વાગ્યે શહેરના જૂના બજાર વિસ્તારમાં એક ભવ્ય રોડ શોનું (Road Show) આયોજન કરવામાં આવ્યું છે, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવે છે.
DyCM Harshbhai Sanghavi નો Rajkot માં ભવ્ય રોડ શો
આ રોડ શો શહેરના મુખ્ય અને ઐતિહાસિક વિસ્તારોમાંથી પસાર થશે. જેની શરૂઆત ત્રિકોણબાગથી થશે અને ત્યારબાદ ગરેડીયા કુવા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, કંસારા બજાર, સોની બજાર, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર અને બાલાજી મંદિર થઈને પુનઃ ત્રિકોણબાગ ખાતે પૂર્ણાહુતિ (Completion) થશે. આ રૂટ પર ઠેર ઠેર હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ પણ કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.
રોડ શો બાદ નાગરિકો સાથે કરશે બેઠક
રોડ શો દ્વારા જનમેદનીને સંબોધ્યા બાદ નાયબ મુખ્યમંત્રી સ્થાનિક નાગરિકો સાથે બેઠક (Meeting) યોજશે. આ ઉપરાંત, તેઓ 4 વિવિધ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયોની (Central Offices) મુલાકાત પણ લેવાના છે.
છેલ્લી ઘડીના પ્રચાર માટે કાર્યકર્તાને માર્ગદર્શન આપશે
ચૂંટણીના છેલ્લા દિવસોમાં કાર્યકરોમાં જોમ અને ઉત્સાહ (Enthusiasm) ભરવા માટે હર્ષ સંઘવી વિશેષ માર્ગદર્શન આપશે. ખાસ કરીને છેલ્લી ઘડીના પ્રચારમાં (Election Campaigning) કોઈ કચાશ ન રહી જાય તે માટે રણનીતિની સમીક્ષા પણ કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાતથી રાજકોટ ભાજપના કાર્યકરોમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે અને વિરોધ પક્ષો સામે મોટું શક્તિ પ્રદર્શન કરવાની આ સોનેરી તક હોવાનું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો: Umreth Assembly By-election:ઉમરેઠ પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, જાણો મતદાનની તમામ તૈયારીઓ અને સુવિધાઓ


