Rajkot : મનપાના નવા મેયર પદ માટે ભાજપના અનેક દિગ્ગજો રેસમાં, કોનો ઘોડો વધુ દોડશે તેને લઈ અટકળો તેજ
- Rajkot મનપામાં નવા મેયર અને ચેરમેન માટે ચર્ચા તેજ
- મેયર પદ માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ રેસમાં
- પરેશ ઠાકર,મનીષ ભટ્ટ અને નેહલ શુક્લ મેયરની દોડમાં
- કેતન પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં
- સ્ટેન્ડિંગ ચેરમેન માટે ઘનશ્યામ હેરભા,પ્રદીપ ડવ દાવેદાર
Rajkot : રાજકોટ કોર્પોરેશનની (corporation) ચૂંટણી (election) પૂર્ણ થઈ અને પરિણામો (result) પણ આવી ગયા ત્યારે આ પરિણામો બાદ હવે વાત સત્તા પર બેસવાની આવે છે, ત્યારે રાજકોટ કોર્પોરેશનમાં કોને મેયરનું (mayor) પદ મળે છે અને કોને ડેપ્યુટી મેયરનું પદ મળે છે તે જોવાનું રહેશે, મેયર અને ડેપ્યુટી મેયરની રેસમાં અનેક નામો છે, ત્યારે ડેપ્યુટી મેયર પદે રઘુવંશી કે ક્ષત્રિય મહિલાની પસંદગીની શક્યતા છે તો કોંગ્રેસને વિરોધ પક્ષના દરજ્જા માટે બેઠકોનું ગણિત નડશે અને દીપ્તિબેન સોલંકી અથવા ઇબ્રાહીમ સોરા બની શકે છે નેતા. ટૂંક સમયમાં પદાધિકારીઓના નામ પર લાગશે મહોર.
જાણો મેયર પદ માટે કોણ-કોણ છે દાવેદારો
મેયરની ખુરશી માટે હાલમાં પાંચ મુખ્ય નામો ચર્ચામાં છે, જેમાં પરેશ ઠાકર, મનીષ ભટ્ટ, નેહલ શુક્લ, કેતન પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ પોતપોતાની રીતે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવી પાવરફુલ પોસ્ટ માટે ઘનશ્યામ હેરભા,પૂર્વ મેયર પ્રદીપ ડવ,નેહલ શુક્લ અને કેતન પટેલના નામ ચર્ચાની એરણે છે.
Mayor Race Municipal Corporation : મહાનગર પાલિકાઓમાં કોણ બનશે મેયર?#MayorRace #MunicipalCorporation #CityPolitics #GujaratPolitics #ElectionResults #MayorElection #PoliticalUpdate #UrbanGovernance #WhoWillBeMayor #IndiaPolitics #LocalElections #BreakingNews #CivicBody… pic.twitter.com/yfpftqlIBO
— Gujarat First (@GujaratFirst) April 29, 2026
Rajkot : જાતિગત સમીકરણો અને ડેપ્યુટી મેયરના નામની ચર્ચા
ડેપ્યુટી મેયર તરીકે કોઈ મહિલા ઉમેદવારની પસંદગી થવાની પ્રબળ શક્યતા છે.રાજકીય વિશ્લેષકોના મતે આ પદ માટે રઘુવંશી અથવા ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. ઉદય કાનગડ, દર્શિતા શાહ અને રમેશ ટીલાળા જેવા દિગ્ગજ નેતાઓ પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ પણ વાંચો : Election Result 2026 : રાજકોટ મહાનગર પાલિકામાં 72 બેઠકમાંથી 32 બેઠક ભાજપને ફાળે


