Rajkot મનપાનું રુ. 3604.90 કરોડનું બજેટ મંજૂર, કરબોજ ફગાવાયો,જાહેરાતોની વણઝાર
- રાજકોટ (Rajkot) મનપા (Municipal Corporation) ના 2026-2027ના નાણાકીય વર્ષનું બજેટ (Budget)
- સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 3604.90 કરોડનું બજેટ મંજૂર કરાયું
- મનપા કમિશનર (Municipal Commissioner) દ્વારા સૂચવવામાં આવેલ કરબોજ ફગાવવામાં આવ્યો
- મિલકત વેરાના ચડત વ્યાજમાં 5,000 રૂપિયા સુધીની માફી
રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) ની સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે રુ. 3604.90 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં સૂચવેલા વધારાના કરબોજને શાસકોએ ફગાવી દઈને શહેરના મધ્યમ અને સામાન્ય વર્ગને મોટી રાહત આપી છે.
રાજકોટ (Rajkot) મનપાના 2026-2027ના નાણાકીય વર્ષનું બજેટ
શહેરના કરદાતાઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે, મિલકત વેરા (Property Tax) અને પાણી વેરાના ચડત વ્યાજમાં રુ. 5,000 સુધીની માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી લાંબા સમયથી વેરો બાકી હોય તેવા નાગરિકોને આર્થિક રાહત મળશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક વ્યવસ્થા
નવા બ્રિજ અને ટ્રાફિક: શહેરમાં વધતા ટ્રાફિકને ધ્યાને રાખીને નવા બ્રિજની જરૂરિયાત ચકાસવા માટે રુ.1 કરોડના ખર્ચે પાયલોટ સ્ટડી કરવામાં આવશે.
રેસકોર્સ નવીનીકરણ: રાજકોટની શાન ગણાતા રેસકોર્સના બ્યુટીફિકેશન અને આધુનિક નવીનીકરણ માટે રુ. 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
નાના મૌવા બ્રિજ: આ બ્રિજની નીચેની ખાલી જગ્યાનો સદુપયોગ કરી ત્યાં આધુનિક ગેમિંગ ઝોન અને કાફેટેરિયા બનાવવાનું આયોજન છે.
પર્યાવરણ અને ગ્રીન રાજકોટ
નમોવન: શહેરમાં પર્યાવરણની જાળવણી માટે 22,742 ચોરસ મીટર વિસ્તારમાં 'નમોવન' બનાવવામાં આવશે, જેમાં 51,000થી વધુ વૃક્ષો ઉગાડવામાં આવશે.
વૃક્ષારોપણ અભિયાન: ખાસ કરીને સિનિયર સિટીઝનોના નામે વૃક્ષારોપણ કરવા માટે બજેટમાં રુ.6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઇલેક્ટ્રિક બસ: પ્રદૂષણ ઘટાડવા માટે 100 નવી ઇલેક્ટ્રિક બસોના ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરવા માટે રુ. 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.
શહેરી સુવિધાઓ અને અન્ય જાહેરાતો
પાણી પુરવઠો: વોટર ડિસ્ટ્રીબ્યુશન અને તેની દેખરેખ માટે 'સ્કાડા' (SCADA) સિસ્ટમ પાછળ રુ. 1 કરોડનો ખર્ચ કરાશે.
સ્વચ્છતા: શહેરના પબ્લિક ટોયલેટ્સને અપગ્રેડ કરી આધુનિક બનાવવા માટે રુ. 4 કરોડની જોગવાઈ કરાઈ છે.
મહિલા સુરક્ષા: 'મહિલા સુરક્ષિત સુરક્ષા યોજના' હેઠળ મહિલાઓને માત્ર રુ.1,000ના દરથી વાર્ષિક મુસાફરી પાસ આપવામાં આવશે.
નવી સુવિધાઓ: વેસ્ટ ઝોનમાં નવું શોપિંગ સેન્ટર, મોર્ડન ફૂડ ઝોન અને વોર્ડ નંબર 12માં નવો સ્વિમિંગ પૂલ બનાવવાની જાહેરાત કરાઈ છે.
ફ્લાવર બેડ રેગ્યુલરાઈઝેશનના નિયમો
બજેટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફ્લાવર બેડ રેગ્યુલરાઈઝ કરવા માટે જો રકમ રુ.50 લાખથી ઓછી હશે તો તે એકસાથે ભરવાની રહેશે. જોકે, રુ.50 લાખથી વધુની રકમ માટે 1 વર્ષમાં 4 હપ્તા કરી આપવાની સુવિધા આપવામાં આવી છે.
રાજકોટમાં આવશે મેટ્રો
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજકોટમાંમેટ્રો ટ્રેન પ્રોજેક્ટ સાકાર થશે. આ માટે સરકાર દ્વારા જરૂરી સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટ મનપાનું આજે બજેટ થશે રજૂ
અંદાજ પત્રમાં ફેરફાર કરી બજેટ રજૂ કરવામાં આવશે
રાજકોટ વાસીઓને ચૂંટણી લક્ષી બજેટ મળે તેવી સંભાવના
વેરામાં વ્યાજ માફી યોજના સમાવેશ કરવામાં આવશે#Rajkot #RajkotMunicipalCorporation #RMC #Budget2026 #CityBudget #MunicipalBudget #gujaratfirst pic.twitter.com/axAsTa6bIZ— Gujarat First (@GujaratFirst) February 10, 2026
આ પણ વાંચો: Mehsana માં Studio on Wheels ની સફળતાની ફળશ્રુતિ, 26 શ્રેષ્ઠિઓનું સન્માન, જુઓ યાદી


