Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot શહેર-જિલ્લા-તાલુકામાં ભાજપનું ભવ્ય પ્રદર્શન, કોંગ્રેસ અને આપનો સફાયો, જાણો શું રહ્યા પરિણામો?

રાજકોટ (Rajkot) શહેર અને સમગ્ર જિલ્લામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાની અજેય પકડ સાબિત કરી દીધી છે. તાજેતરમાં જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજકોટની જનતાનો અતૂટ વિશ્વાસ હજુ પણ ભાજપ સાથે છે. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી, કેસરી વાવટો લહેરાવતા ભાજપના ઉમેદવારોએ વિરોધીઓને કારમી હાર આપી છે.
rajkot શહેર જિલ્લા તાલુકામાં ભાજપનું ભવ્ય પ્રદર્શન  કોંગ્રેસ અને આપનો સફાયો  જાણો શું રહ્યા પરિણામો
Advertisement
  • Rajkot માં અત્ર-તત્ર-સર્વત્ર માત્ર ભાજપ
  • કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો
  • ભવ્ય વિજય સાથે ભાજપનો દબદબો

Rajkot District Taluka Panchayat Results: રાજકોટ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. RMC ની 72 માંથી મોટાભાગની બેઠકો અને જિલ્લા પંચાયતની 36 માંથી 34 બેઠકો જીતીને ભાજપે વિરોધીઓનો સફાયો કર્યો છે. કોંગ્રેસ અને આપ માટે આ ચૂંટણી નિરાશાજનક રહી છે, જ્યારે 11 માંથી 10 તાલુકા પંચાયતો પર ભાજપનો ભગવો લહેરાયો છે.

રાજકોટ મહાનગર પાલિકામાં કમળનું જોર

રાજકોટ મહાનગર પાલિકાની કુલ 72 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના વાવાઝોડા સામે કોંગ્રેસ (Congress) પક્ષ માત્ર 7 બેઠકો પર સમેટાઈ ગયો છે, જે વિપક્ષ માટે મોટો ફટકો માનવામાં આવે છે. શહેરી મતદારોએ વિકાસના કામો પર મહોર લગાવીને ભાજપને ફરી એકવાર સત્તાની ધુરા સોંપી છે.

Advertisement

આ પણ વાંચો----- Mehsana મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, 47 બેઠકો સાથે ભગવો લહેરાયો

Advertisement

જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો

રાજકોટ જિલ્લા પંચાયત (Rajkot District Panchayat) ના પરિણામો પણ ભાજપ માટે ઐતિહાસિક રહ્યા છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 34 બેઠકો પર જીત મેળવીને એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. આની સામે કોંગ્રેસને માત્ર 1 અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party - AAP) ને પણ માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

તાલુકા પંચાયતમાં કેસરી લહેર

તેવી જ રીતે, રાજકોટ તાલુકા પંચાયત (Rajkot Taluka Panchayat) ની 22 બેઠકોમાંથી 21 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે, જ્યારે માત્ર 1 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. જિલ્લાની કુલ 11 તાલુકા પંચાયતોમાંથી 10 પર ભાજપનો ભગવો લહેરાયો છે, જે જિલ્લાના દરેક ખૂણે ભાજપના સંગઠનની મજબૂતી દર્શાવે છે. માત્ર ઉપલેટા (Upleta) તાલુકા પંચાયતમાં શાસન મેળવવા માટે રસાકસીની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં રાજકારણ ગરમાયું છે.

આ ચૂંટણી પરિણામોએ સાબિત કર્યું છે કે રાજકોટમાં ભાજપનું સંગઠન માળખું અને નેતૃત્વ પ્રજાના દિલ જીતવામાં સફળ રહ્યું છે. વિરોધ પક્ષો માટે આ પરિણામો આત્મમંથનનો વિષય બન્યા છે, જ્યારે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો----- Ahmedabad શહેરમાં ભાજપનો દબદબો યથાવત, આપ-કોંગ્રેસને ધૂળ ચટાડી, જાણો શું રહ્યા પરિણામો?


Tags :
Advertisement

.

×