Rajkot માં Nursing College ની લાયબ્રેરીમાં છત પરથી પંખો પડ્યો, 3 વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત
- Rajkot ની મુરલીઘર નર્સિંગ કોલેજની લાયબ્રેરીમાં દુર્ઘટના
- લાયબ્રેરીમાં છત પરથી પડ્યો ખંડો
- લાયબ્રેરીમાં અભ્યાસ કરતી 3 વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત
- ત્રંબા નજીક આવેલી કોલેજમાં સવારના સમયે બની ઘટના
Rajkot ના ભાવનગર રોડ (Bhavnagar Road) પર ત્રંબા (Tramba) નજીક આવેલી મુરલીઘર નર્સિંગ કોલેજમાં (Muralidhar Nursing College) એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આજે સવારે જ્યારે વિદ્યાર્થિનીઓ કોલેજની લાયબ્રેરીમાં (Library) અભ્યાસ કરી રહી હતી, ત્યારે અચાનક જ છત પરથી ચાલુ પંખો નીચે પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્યાં હાજર 3 વિદ્યાર્થિનીઓને શરીરે નાની-મોટી ઈજાઓ (Injuries) પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને તાત્કાલિક ધોરણે સારવાર (Treatment) માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જર્જરિત બિલ્ડિંગને લઈને વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ
આ ઘટના બાદ કોલેજ કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે કોલેજનું બિલ્ડિંગ (Building) અત્યંત જર્જરિત હાલતમાં છે. લાયબ્રેરી જેવી જગ્યાએ પણ સુરક્ષાના અભાવને કારણે વિદ્યાર્થિનીઓએ કોલેજ સંચાલકો (College Management) સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં મેન્ટેનન્સ (Maintenance) કરવામાં આવતું નથી, જેને કારણે આજે આ ગંભીર હોનારત થતા રહી ગઈ છે.
આ પણ વાંચો----- Surat News: છેડતી કરનાર દુકાનદારનો વરઘોડો જોઈ લોકોએ લગાવ્યા' પોલીસ ઝિંદાબાદ' ના નારા
કોંગ્રેસે સંચાલકો સામે કડક પગલાં લેવાની કરી માંગ
આ ઘટનાની જાણ થતા જ રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. કોંગ્રેસ (Congress) દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે કે વિદ્યાર્થિનીઓના જીવ જોખમમાં મૂકનારા કોલેજ સંચાલકો સામે કડક એક્શન (Action) લેવામાં આવે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે બિલ્ડિંગની સુરક્ષાનું નિરીક્ષણ (Inspection) કરવાની પણ માંગ ઉઠી છે.
આ પણ વાંચો----- Barrierless Toll Plaza: સુરતનું ચોર્યાસી ટોલ નાકુ બન્યું દેશનું પ્રથમ 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા, હવે વાહનો થોભ્યા વગર થશે પસાર


