Rajkot: મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો! ચા પીવાના બહાને બોલાવી હત્યાને અંજામ આપ્યાનો આરોપ
રાજકોટના રૂખડીયાપરા વિસ્તારમાં 23 વર્ષીય ઉમંગ જાખેલીયાનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, મિત્ર નાજીરે ચા પીવાનું કહી સાથે લઈ જઈ ઢોરમાર માર્યો હતો અને ગંભીર હાલતમાં અન્યના ઘર પાસે ફેંકી ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી સાથે તપાસ શરૂ કરી છે.
Advertisement
Rajkot Murder Case: રાજકોટ શહેરમાં ગુનાખોરીની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય ઉમંગ જાખેલીયાનું સારવાર દરમિયાન મોત થતાં હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ઉમંગને તેનો મિત્ર નાજીર ચા પીવાનું કહી પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ તેના પર ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. ઘટનાએ સમગ્ર રૂખડીયાપરા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

