Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના મોતનું રહસ્ય ઘેરાયું, વધુ એક CCTV આવ્યા સામે

રાજકુમારના મોતને પગલે રાજસ્થાનમાં જાટ સમાજમાં ભારે રોષ
rajkot   ગોંડલમાં રાજકુમાર જાટના મોતનું રહસ્ય ઘેરાયું  વધુ એક cctv આવ્યા સામે
Advertisement
  • રાજકુમાર જાટના વધુ એક CCTV આવ્યા સામે
  • CCTVમાં રાજકુમાર નગ્ન હાલતમાં ચાલીને જતો દેખાયો
  • રાજસ્થાનના વકીલે રાજકુમારની હત્યા થઈ હોવાનો કર્યો દાવો

Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના મોતનું રહસ્ય ઘેરાયું છે. જેમાં રાજકુમાર જાટના વધુ એક CCTV સામે આવ્યા છે. ત્યારે CCTVમાં રાજકુમાર નગ્ન હાલતમાં ચાલીને જતો દેખાયો છે. રાજસ્થાનના વકીલે રાજકુમારની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે. તથા રાજકુમારના મોતને પગલે રાજસ્થાનમાં જાટ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તથા મૃતક રાજકુમારના પરિવારનો પોલીસ પર મોટો આરોપ છે. જેમાં પરિવારે જણાવ્યું છે કે ગોંડલના PI ગોસ્વામીને મૃતદેહની જાણ હતી.

Advertisement

Advertisement

રાજકુમારનો સિવિલમાં મૃતદેહ હતો તેની જાણ હતી

ઉલ્લેખનીય છે કે ગોંડલના રાજકુમાર જાટના મોતને લઈને રહસ્ય ઘૂંટાયું છે. જેમાં રાજકુમારનો સિવિલમાં મૃતદેહ હતો તેની જાણ હતી. PI ગોસ્વામીએ હકીકત કેમ છૂપાવી તેને લઈને સવાલ થઇ રહ્યાં છે. પરિવારજનોએ જણાવ્યું છે કે PI ગોસ્વામી બે વાર હોસ્પિટલ ગયા હતા. સિવિલમાં મૃતદેહ ન હોવાનું કયા આધારે કહ્યું? હોસ્પિટલમાં 4 તારીખથી મૃતદેહ પડ્યો હતો. પરિવારના આરોપ બાદ પોલીસ પણ શંકાના ઘેરામાં છે. રાજકુમારનો જ્યાં મૃતદેહ મળ્યો ત્યાં શંકાસ્પદ કાર કોની? બન્ને કારને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ 108 પહોંચ્યા બાદ તરત બે કાર ત્યાં કેમ પહોંચી તે પણ સવાલ છે. તેમજ એક કાર રોંગ સાઇડથી તો એક કાર 108ની પાછળથી કેમ આવી?

Advertisement

જાણો સમગ્ર મામલો

રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં થોડા દિવસ પહેલા રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટનો ( Rajkumar Jat Case) મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી અનુસાર, કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઈમરી રિપોર્ટ મળ્યો છે, જેમાં યુવકના મોતનું કારણ અકસ્માતના કારણે થયેલી ઇજા હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યું કે, રાજકુમાર જાટના શરીર પર અકસ્માત સિવાયની કોઈપણ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પિતાએ પુત્રની હત્યા થઈ હોવાનો ફરિયાદમાં કર્યો આક્ષેપ

જણાવી દઈએ કે, મૃતક યુવક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ (Ratanlal Jat) દ્વારા પોતાના પુત્રની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસને (Gondal City B Division Police) આપવામાં આવેલી ગુમશુદા ફરિયાદમાં રતનલાલ જાટ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં પુત્ર રાજકુમારને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના (Jayrajsinh Jadeja) અને તેમનાં પુત્ર ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે આક્ષેપ થતાં પોલીસે તેમના ઘરનાં CCTV ફૂટેજ મેળવ્યા હતા અને રજૂ કર્યા હતા, જેમાં મૃતક યુવકને માર મારવામાં ન આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જો કે, પુત્રને ઢસડીને ઘરમાં લઈ ગયા હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો. CCTV ફૂટેજમાં પિતા-પુત્ર જાતે જ અંદર આવતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: Starlink : પહેલા સ્વાગત કર્યું અને પછી પોસ્ટ ડિલીટ કરી, સ્ટારલિંકની એન્ટ્રી પર આટલી મૂંઝવણ?

Tags :
Advertisement

.

×