Rajkot : શહેર ભાજપ ઉપપ્રમુખના ધૂણવા મામલે બે પ્રતિક્રિયાઓ સામે આવી
- Rajkot ના નવનિયુક્ત ભાજપ ઉપપ્રમુખનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- ઉપપ્રમુખ ધૂણતા હોવાનું અને સાંકળ ઝીંકતા હોવાનું વીડિયોમાં જોવા મળ્યું
- વીડિયો વાયરલ થતા વિજ્ઞાન જાથાના ડો. જયંતભાઇ પંડ્યાએ પ્રતિક્રિયા આપી
- ડો. જયંતભાઇ પંડ્યા બાદ ભાજપના ડો. અનિલભાઇ પટેલે મંતવ્ય આપ્યું
Rajkot : તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ સોમાભાઇ ભાલિયા ધૂણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવતા ભારે ચર્ચા જાગી હતી. આ મામલે તુલ પકડતા વિજ્ઞાન જાથાના ડો. જયંતભાઇ પંડ્યાએ કહ્યું કે, રાજકીય પક્ષે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા લોકોથી દૂર રહેવું જોઇએ. જો કે, આ મામલે ભાજપના ડો. અનિલ પટેલે જણાવ્યું છે કે, સોમાભાઇ ધાર્મિક અને સામાજિક સેવા કરનાર વ્યક્તિ છે, તેમની અંધશ્રદ્ધા બાબતે કોઇ ફિડબેક મળ્યો નથી. સોમાભાઇ અમારા સિનિયર નેતા છે. અને વીડિયોમાં તેઓ ભક્તિમાં લીન હોવાનું જોવા મળી રહ્યું છે.
Rajkot: રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા! | Gujarat First
રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા!
સોમાભાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
માંડવામાં ધૂણતા અને પીઠમાં સાંકળો ઝીંકતા દેખાયા
માતાજીના અનન્ય ભક્ત તરીકે ઓળખ ધરાવે છે સોમાભાઈ
ભાજપના નવા માળખામાં… pic.twitter.com/ivsXevMu73— Gujarat First (@GujaratFirst) February 11, 2026
કોઇ પણ પક્ષે આવા ભૂવા ભરાડીને પ્રોત્સાહન ન આપવું
તાજેતરમાં રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમાભાઇ ભાલિયાનો ધૂણતો અને પીઠમાં સાંકળ ઝીંકતો વીડિયો સોશિયલ મીડિયા થકી સામે આવ્યો હતો. આ વીડિયો સામે આવતા અંધશ્રદ્ધા વિરૂદ્ધ અવાજ ઉઠાવનાર વિજ્ઞાન જાથાના ડો. જયંતભાઇ પંડ્યા દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ડો. જયંતભાઇ પંડ્યાએ કહ્યું કે, રાજકીય પક્ષે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા લોકોથી દૂર રહેવું જોઇએ, ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખનો વીડિયો નિંદનીય છે. દેશ જ્યારે વિજ્ઞાનને પ્રોત્સાહન આપી રહ્યો છે, ત્યારે કોઇ પણ પક્ષે આવા ભૂવા ભરાડીને પ્રોત્સાહન ન આપવું જોઇએ.
આ પણ વાંચો ------ વડગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
તેમનો સાંકળવાળો પણ વીડિયો જોયો (Rajkot)
બીજી તરફ રાજકોટ ભાજપના અગ્રણી ડો. અનિલભાઇ પટેલે વીડિયો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કેટલાક સમાજમાં આવી પરંપરા હોય છે. સોમાભાઇ અમારા સિનિયર નેતા છે. તેમનો સાંકળવાળો પણ વીડિયો જોયો, તેમની અંધશ્રદ્ધા બાબતે કોઇ ફિડબેક મળ્યો નથી, અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે, તેઓ વ્યક્તિગત રીતે ધાર્મિક અને સામાજિક સેવા કરનારા વ્યક્તિ છે. (Rajkot)
આ પણ વાંચો ------ Surat:"મારા કપડાં ઉતારી યાતનાઓ આપી": પીડિતનો ચિરાગ ગોટી પર ગંભીર આરોપ


