Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News : ગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ પર પોલીસની તવાઈ, 70 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Rajkot News : ગુજરાતના વિવિધ શહેરોમાં ખનીજ ચોરી અટકાવવા માટે ખનીજ વિભાગે તવાઈ બોલાવી છે. સુરેન્દ્રનગરના ચોટીલા બાદ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્ત રાય (IG Nirlipt Rai) દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
rajkot news   ગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ પર પોલીસની તવાઈ  70 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Advertisement

Rajkot News : ગુજરાતના વિવિધ શહેરોમાં ખનીજ ચોરી અટકાવવા માટે ખનીજ વિભાગે તવાઈ બોલાવી છે. સુરેન્દ્રનગરના ચોટીલા બાદ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્ત રાય (IG Nirlipt Rai) દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજકોટના ગોંડલ તાલુકા વિસ્તારમાં આઈજી નિર્લિપ્ત રાયની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને ખનીજ ચોરી કરનારા તત્વો પર લાલ આંખ કરી છે.

શું છે સમગ્ર મામલો?

ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી ખનીજ ચોરીની ફરિયાદો મળતી હતી. જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન પોલીસને રેતી ભરેલા ત્રણ ડમ્પર (Dumpers) સહિત અનેક વાહનો ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા ઝડપાયા હતા. આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જે ખનીજ માફિયાઓ માટે મોટો ફટકો માનવામાં આવે છે.

Advertisement

પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી

જો કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આઇજી નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહીના કારણે જિલ્લાના ખનીજ ચોરી કરનારા તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે.

Advertisement

ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ વિરુદ્ધ પોલીસની આ સક્રિયતાએ સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જન્માવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. આ દરોડાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાથી ઉપર કોઈ નથી અને સરકારી ખનીજ સંપત્તિની ચોરી કરનારને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Rajkot News: રાજકોટ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોનું લિસ્ટ જાહેર, જાણો કોને કયું પદ મળ્યું?

Tags :
Advertisement

.

×