Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News : 14 વર્ષના સગીર કારચાલકે બાઈક સવારને અડફેટે લેતા મોત

Rajkot News :  રાજકોટમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  શહેરના રસ્તાઓ પર વધુ એક વખત બેદરકારી ભર્યા ડ્રાઈવિંગના કારણે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. 14 વર્ષના સગીરે પૂરપાટ ઝડપે કાર હંકારતા રસ્તા પર જતા બાઈક ચાલકને ટક્કર મારી હતી. જેમાં બાઈક સવારનું મોત નીપજ્યું છે. આ ગંભીર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
rajkot news   14 વર્ષના સગીર કારચાલકે બાઈક સવારને અડફેટે લેતા મોત
Advertisement

Rajkot News : રાજકોટમાં કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો
સગીર કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા મોત
માત્ર 14 વર્ષનો સગીર ચલાવી રહ્યો હતો બોલેરો
કાર ચાલક અને કારના માલિક સામે નોંધાઈ ફરિયાદ
કાર માલિક નિલેશ વસોયા સામે નોંધાઈ ફરિયાદ

Rajkot News : રાજકોટમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  શહેરના રસ્તાઓ પર વધુ એક વખત બેદરકારી ભર્યા ડ્રાઈવિંગના કારણે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. 14 વર્ષના સગીરે પૂરપાટ ઝડપે કાર હંકારતા રસ્તા પર જતા બાઈક ચાલકને ટક્કર મારી હતી. જેમાં બાઈક સવારનું મોત નીપજ્યું છે. આ ગંભીર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Advertisement

Rajkot News : 14 વર્ષના સગીરે સર્જ્યો અકસ્માત

મળતી માહિતી મુજબ, આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે સગીર વયનો ચાલક કાર લઈને નીકળ્યો હતો. રસ્તા પર પુરઝડપે જઈ રહેલા સગીર ચાલકે પોતાની કાર પરનો કાબૂ ગુમાવતા સામેથી આવતા બાઈક સવારને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર ફંગોળાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

Advertisement

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે બોલેરો ચલાવનાર કિશોરની ઉંમર માત્ર 14 વર્ષ છે, જે કાયદાકીય રીતે વાહન ચલાવવા માટે સક્ષમ નથી.

પોલીસે કડક તપાસ હાથ ધરી

આ સમગ્ર મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સગીર બોલેરો ચાલક સામે ગુનો દાખલ કરવાની સાથે, બોલેરના માલિક નિલેશ વસોયા સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સગીરને વાહન સોંપવા બદલ અને બેદરકારી દાખવવા બદલ માલિકની જવાબદારી નક્કી કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot: હત્યાના આરોપીઓ સામે મહિલાઓનો જનઆક્રોશ, ઘટનાના રિકન્સ્ટ્રક્શન વખતે હોબાળો

Tags :
Advertisement

.

×