Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર
- સિવિલ અધિક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા
- લોકસાહિત્યકાર મીરા આહિરને સિવિલમાં કડવો અનુભવ થયો
- મીરા આહિરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત થઇ છે
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર. જેમાં લોકસાહિત્યકાર મીરા આહિરને સિવિલમાં કડવો અનુભવ થયો છે. ત્યારે મીરા આહિરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત થઇ છે. મીરા આહિરે જણાવ્યું છે કે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફને લોકો ભગવાન માને છે. 45 મીનિટ સુધી ઈમરજન્સીમાં સારવાર મળી નથી. એક પણ ડોક્ટર સિવિલમાં હાજર નહોતા, સ્ટાફે ગેરવર્તણૂંક કરી છે. સ્ટ્રેચર ચલાવવા માટે પણ કોઈ વ્યક્તિ હાજર ન હતુ.
પરિવાર જાતે ચલાવી ચોથા માળે લઈ ગયા હતા
પરિવાર જાતે ચલાવી ચોથા માળે લઈ ગયા હતા. તેમજ પરિવાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવા મજબૂર બન્યા હતા. સિવિલની કામગીરીને લઈ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. જેમાં ભાઈને સારવાર માટે 45 મિનિટ સુધી કેસ ન લીધાનો આક્ષેપ છે. તેમજ ઈમરજન્સી વોર્ડમાં કામ કરતા સ્ટાફ અને ડૉક્ટર સામે ગેરવર્તણુંકનો આરોપ છે. સ્ટાફે અભદ્ર શબ્દપ્રયોગ કર્યાનો પણ મીરા આહિરનો આક્ષેપ છે. સ્ટાફ દ્વારા કેસ દાખલ ન કરી દાદાગીરી કર્યાનો આરોપ લગાવ્યો છે. અગાઉ હકાભા ગઢવીને પણ સિવિલ સ્ટાફનો વરવો અનુભવ થયો હતો.
સિવિલ અધિક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા
મીરાબેન આહિરે સિવિલના તંત્રની કામગીરીને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મીરાબેને કહ્યું તેમના ભાઈને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યારે 45 મિનિટ સિવિલ રહ્યા બાદ પણ કોઈએ કેસ ન લખ્યો. ઇમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફએ ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મીરાબેનનો આક્ષેપ છે. તેમજ મીરાબેને વીડિયો બનાવી સિવિલ હોસ્પિટલ પાસે તેમણે કરેલા આક્ષેપોનો જવાબ માગ્યો છે. ત્યારે લોકસાહિત્યકાર સાથે વિવાદ મુદ્દે બેઠક શરુ થઇ છે. તથા સિવિલ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા છે. તથા નર્સિંગ સ્ટાફ અને સિવિલ અધિક્ષક વચ્ચે બેઠક થઇ છે. તેમજ સમગ્ર મામલે સિવિલ અધિક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.