Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News : સોની બજારના કોમ્પલેક્સમાં લાગી ભીષણ આગ,આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ

Rajkot Fire News :  રાજકોટમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના જાણીતા સોની બજાર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં આજે ભીષણ આગ લાગતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. સોની બજારના મુખ્ય કોમ્પ્લેક્સમાં આવેલી 'દિયા ગોલ્ડ પોલિશિંગ' (Diya Gold Polishing) નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
rajkot news   સોની બજારના કોમ્પલેક્સમાં લાગી ભીષણ આગ આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ
Advertisement

Rajkot News :  રાજકોટમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના જાણીતા સોની બજાર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં આજે ભીષણ આગ લાગતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. સોની બજારના મુખ્ય કોમ્પ્લેક્સમાં આવેલી 'દિયા ગોલ્ડ પોલિશિંગ' (Diya Gold Polishing) નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

Rajkot News :  દુકાનમાં ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ

મળતી માહિતી અનુસાર દુકાનમાં રહેલા ગેસ સિલિન્ડર (Gas Cylinder) બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે (Incident Site) પહોંચી હતી અને જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ (Casualty) થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

ઉલ્લેખનીય છે કે દુકાનમાં રહેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જેના કારણે દુકાનમાં રહેલી કેટલીક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ત્યારે બાદ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આજુ બાજુમાં રહેલી દુકાનોમાં પણ નુકસાન પહોંચ્યું નથી.

Advertisement

આ પણ વાંચો : Gujarat Municipal Corporation New Mayor: રાજકોટ, વડોદરા, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં નવા પદાધિકારીઓની જાહેરાત

Tags :
Advertisement

.

×