Rajkot: ન્યારી ડેમ પાસે રીલ બનાવવા જતાં નબીરાઓને સ્ટંટ ભારે પડ્યો, કાર પાણીમાં ખાબકી
Rajkot News: રાજકોટના ન્યારી ડેમ પાસે સોશિયલ મીડિયા માટે રીલ બનાવતા નબીરાઓને સ્ટંટ કરવો ભારે પડ્યો હતો. સ્ટંટ દરમિયાન કાર નિયંત્રણ ગુમાવી પાણીમાં ખાબકી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી કારને સફળતાપૂર્વક બહાર કાઢી હતી. આ ઘટના બાદ ડેમ સાઇટની નજીક વાહનોની અનધિકૃત અવરજવર અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
Advertisement
Rajkot News: રાજકોટના જાણીતા પ્રવાસન સ્થળ ન્યારી ડેમ (Nyari Dam) પાસે સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ નબીરાઓને ભારે પડ્યો છે. ડેમ કિનારે જોખમી રીતે કારથી સ્ટંટ કરી રહેલા યુવકોની કાર અચાનક નિયંત્રણ ગુમાવતા ઊંડા પાણીની અંદર ખાબકી હતી. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના મોટા ટોળાં એકત્ર થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

