Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : સમૂહલગ્નમાં આયોજકો ફરાર! ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા આ આદેશ

પોલીસને જાણ થતાં DCP સહિત ટીમ ત્યાં પહોંચી હતી અને લોકોને શાંત કરી લગ્નવિધિ શરૂ કરાઈ હતી.
rajkot   સમૂહલગ્નમાં આયોજકો ફરાર  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા આ આદેશ
Advertisement
  1. Rajkot માં સમૂહ લગ્ન મામલે ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત
  2. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરિયાવરનાં આપ્યા આદેશ
  3. કરિયાવર સાથે દીકરી સાસરે પહોંચે તેવું આયોજન કરાશે
  4. લગ્ન કરાવી રાજકોટ પોલીસે સામાજિક ઉત્તરદાયિત્વ નીભાવ્યું

રાજકોટમાં (Rajkot) આજે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય આયોજકો જ અચાનક ગાયબ થઈ જતાં ભારે હોબાળો થયો હતો. સમૂહલગ્નમાં 28 જેટલી જાનમાં મોટી સંખ્યામાં લોકો અને ભૂદેવો આવ્યા હતા. પરંતુ, આયોજકો અચાનક ફરાર થઈ જતાં લગ્નવિધિ અટવાઈ ગઈ હતી. આયોજકો સામે લોકોમાં ભારો રોષ જોવા મળ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાં DCP સહિત ટીમ ત્યાં પહોંચી હતી અને લોકોને શાંત કરી લગ્નવિધિ શરૂ કરાઈ હતી. આ સાથે પોલીસે ફરાર આયોજકોની શોધખોળ પણ આદરી છે. દરમિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) આ અંગે પ્રતિક્રિયા આવી છે.

આ પણ વાંચો - Rajkot : રાત સુધી હાજર રહેલા આયોજકો સવારે અચાનક 'છૂમંતર' ! સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં હોબાળો

Advertisement

Advertisement

કરિયાવર સાથે દીકરી સાસરે પહોંચે તેવું આયોજન કરાશે : હર્ષ સંઘવી

પ્રાપ્ત માહિતી અનુસાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરિયાવરનાં આદેશ આપવા સાથે કહ્યું કે, પોલીસ દીકરીઓનાં લગ્ન કરાવી રહી છે. કરિયાવર સાથે દીકરી સાસરે પહોંચે તેવું આયોજન કરાશે. જણાવી દઈએ કે, રાજકોટમાં (Rajkot) ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આજે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું (Sarv Gnati Samuh Lagan) આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, સમૂહલગ્નનું આયોજન કરનારા આયોજકો ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ અને દીપક હિરાણી રાત સુધી હાજર રહ્યા બાદ સવારે અચાનક છૂમંતર થઈ જતાં 28 યુગલ અને જાનૈયાઓ ભારે ચિંતામાં મૂકાયા હતા. લોકોએ ભારે વિરોધ પણ કર્યો હતો.

આ પણ વાંચો - Weather Forecast : ઠંડી, ગરમીની આંખમિચોલી વચ્ચે કમોસમી વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી

રાજકોટ પોલીસે નીભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ

લગ્નવિધિ અટવાઈ જતાં કેટલાક યુગલ લગ્ન કર્યા વગર જ પરત ફર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે સ્થળ પર હાજર જોડાંઓની લગ્નવિધિ કરાવવાની જવાબદારી ઊપાડી હતી અને લગ્ન કરાવી સામાજિક ઉત્તરદાયિત્વ નીભાવ્યું હતું. આમ, રાજકોટ પોલીસ (Rajkot Police) વર-કન્યા પક્ષનાં પરિવાર માટે દેવદૂત બની હતી. જો કે, ચોંકાવનારી વાત એ છે કે પ્રાથમિક તપાસમાં મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા BJP નો કાર્યકર્તા હોવાનું ખુલ્યું છે. ભાજપનો ખેસ પહેરેલા આયોજકના ફોટા ગુજરાત ફર્સ્ટ પાસે આવ્યા છે.

આ પણ વાંચો - Rajkot : ઇન્સ્ટાગ્રામ પર ફેમસ 'તોફાની રાધા' નો આપઘાત, તપાસમાં ચોંકાનાવાર ખુલાસા થવાની વકી

Tags :
Advertisement

.

×