Rajkot : જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પ્ણી મામલે જેતપુરમાં લોહાણા સમાજમાં ભારે આક્રોશ
- જલારામ બાપા અંગે ટિપ્પણીથી વિવાદનો મધપૂડો છંછેડાયો! (Rajkot)
- જ્ઞાનપ્રકાશ સ્વામી સામે જેતપુરમાં લોહાણા સમાજ આવેદનપત્ર આપવામાં આવ્યું
- સ્વામી વીરપુર જલારામ બાપાનાં શરણોમાં જઈ માફી માગે તેવી માગ સાથે આવેદન પત્ર અપાયું
સુરતનાં (Surat) અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનાં સંત દ્વારા જલારામ બાપા પર વિવાદાસ્પદ ટીપ્પણી કરવામાં આવી હતી, જેના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે જેતપુરમાં લોહાણા સમાજ દ્વારા રેલી કાઢીને મામલતદાર કચેરીએ સંત જલારામ બાપાનું (Jalaram Bappa) અપમાન કરવા બદલ અને ગેરવાજબી નિવેદન કરનાર સ્વામી જ્ઞાનપ્રકાશ (Gyan Prakash Swami) વીરપુર જઈને માફી માગે તેવી માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Morbi : વિવાદિત નિવેદન બાદ ભક્તિહરી સ્વામીએ ચારણ સમાજની માફી માગી
વ્યાસપીઠ પર બેસીને ધર્મ વિશે ખોટી વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ!
લોહાણા સમાજે કહ્યું કે, જ્ઞાનપ્રકાશ સ્વામીએ (Gyan Prakash Swami) કયા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને આ મિલાપનો ક્યાં અને કંઈ જગ્યાએ ઉલ્લેખ છે ? તે જણાવે અને વ્યાસપીઠ પર બેસીને ધર્મ વિશેની ખોટી વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ સ્વામીએ કર્યો છે. ગુણાતીતાનંદ સ્વામીનાં કારણે જ વીરપુરમાં સદાવર્ત અન્નક્ષેત્ર ચાલી આવેલ છે એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને રઘુવંશી લોહાણા સમાજનું (Lohana Samaj) ઘોર અપમાન કર્યું છે. સત્સંગ વિશેનો સંપૂર્ણ ખ્યાલના હોય અને આપણા હિન્દુ ધર્મનાં સંતો તથા ગુરુકૂળ વિશે કેવી રીતે વાત કરવી, કંઈ ભાષામાં વાત કરવી તે સ્વામીને ખ્યાલ નથી.
આ પણ વાંચો - Surendranagar : થાનમાં મગફળી ગોડાઉનમાં આગ લાગી કે લગાવી ? જાણો પાલ આંબલિયાએ શું કહ્યું ?
જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુરમાં જલારામ બાપાનાં શરણોમાં માફી માગે
અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક સંતો દ્વારા અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા હિન્દુ ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી ખોટી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરવામાં ચૂક્યો છે. ત્યારે હવે ફરી વાર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કરવામાં આવ્યું છે. આ બાબતે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર (Virpur) જલારામ બાપાનાં શરણોમાં આવીને જાહેરમાં માફી માંગે તેવી માગ છે. અને જો માફી નહીં માંગે તો અમારા રઘુવંશી દ્વારા આગળના સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. સમાજના લોકોએ આજે મામલતદારને આવેદનપત્ર (Rajkot) આપવામાં આવ્યું હતું.
અહેવાલ : હરેશ, જેતપુર
આ પણ વાંચો - Bharuch : વાલીયાની સોસાયટીનાં મકાનમાંથી શિક્ષક દંપતીનાં મૃતદેહ મળતા ચકચાર!