Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot: મનપા કર્મચારીને માર મારવાના મામલે આક્રોષ, હડતાળ પર ઉતરવાની ચીમકી

Rajkot: રાજકોટમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે રોષ મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે નોટિસ આપવામાં આવી Rajkot: રાજકોટ મનપા કર્મચારીને માર મારવાના મામલે આક્રોષ ફેલાયો છે. જેમાં રાજકોટમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે રોષ છે. મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને...
rajkot  મનપા કર્મચારીને માર મારવાના મામલે આક્રોષ  હડતાળ પર ઉતરવાની ચીમકી
Advertisement
  • Rajkot: રાજકોટમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે રોષ
  • મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી
  • કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે નોટિસ આપવામાં આવી

Rajkot: રાજકોટ મનપા કર્મચારીને માર મારવાના મામલે આક્રોષ ફેલાયો છે. જેમાં રાજકોટમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે રોષ છે. મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી. તથા કોન્ટ્રાક્ટરે એન્જિનિયરને લાફા મારતા મામલો બહાર આવ્યો છે. એન્જિનિયરિંગ યુનિયને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માગ કરી હતી.

કાર્યવાહી નહીં થાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી આપી

કાર્યવાહી નહીં થાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી આપી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી હતી. વોર્ડ નં. 18 માં પેવિંગ બ્લોકનું કામ રાખનાર પેટા કોન્ટ્રાક્ટરે ફરજ પરના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો મારી દેતા મનપાના ઇજનેરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Rajkot: ઘટનાના વિરોધમાં એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન

આ ઘટનાના વિરોધમાં એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. રાજકોટ મનપાના ઇસ્ટ ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ગોલાણીયાને પેવિંગ બ્લોકના પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ બોલાચાલી બાદ ફડાકો ઝીંકી દીધો હતો.

Advertisement

કોન્ટ્રાક્ટરને કામ બાબતે બોલાવવામાં આવ્યો હતો

કોન્ટ્રાક્ટરને કામ બાબતે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ 'વાયબ્રન્ટ ગુજરાત'ની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે અધિકારીઓ તેને મળી શક્યા નહોતા. આ વાતની અદાવત રાખીને કોન્ટ્રાક્ટરે ઉશ્કેરાઈ જઈને એન્જિનિયર પર હુમલો કર્યો હતો. પોતાના સાથી કર્મચારી પર થયેલા હુમલાને પગલે RMC ના એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક અસરથી કામકાજ ઠપ્પ કરી હડતાળ પાડવામાં આવી છે. કર્મચારીઓની માંગ છે કે ફરજ પરના અધિકારી પર હાથ ઉપાડનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit: વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવશે, જાણો સમગ્ર કાર્યક્રમ

Tags :
Advertisement

.

×