Kon Banse Gujarat No Genius: રાજકોટના યુવાને જ્ઞાન અને પ્રતિભાના આધારે ફરી એકવાર શહેરનું નામ રોશન કર્યું છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત થઈ રહેલી રાજ્યની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધા 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' (Kon Banse Gujarat No Genius) માં રાજકોટના પાર્થ મહેતાએ પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પાર કરી લીધો છે. તેમની આ સિદ્ધિથી સમગ્ર પરિવાર અને સહકર્મીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
સહકર્મીઓ પાસેથી મળી પ્રેરણા
મૂળ રાજકોટના નિવાસી અને હાલ સરકારી વિભાગમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પાર્થ મહેતાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને આ સ્પર્ધા વિશેની માહિતી તેમના સહ કર્મચારીઓ દ્વારા મળી હતી. સોશિયલ મીડિયાના બિનજરૂરી વમળોથી દૂર રહીને પોતાની કુશળતા વધારવા પર ધ્યાન આપનાર પાર્થભાઈએ આ ક્વિઝમાં ઉત્સાહપેર ભાગ લીધો હતો. પ્રથમ જાવડે જ તેમણે પોતાના જ્ઞાનનો પરચો આપીને ઉત્તીર્ણ થવામાં સફળતા મેળવી છે. તેમણે આ સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
શું છે 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'?
ગુજરાત ફર્સ્ટ દ્વારા યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં રાજ્યભરના યુવાનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાનું મુખ્ય આકર્ષણ એ છે કે સ્પર્ધકો માત્ર ગુજરાતી જ નહીં, પરંતુ અંગ્રેજી ભાષામાં પણભાગ લઈ શકે છે. આ સ્પર્ધામાં વિજેતાઓ માટે સ્માર્ટ વૉચ, મોબાઈલ, લેપટોપથી લઈને દેશ-વિદેશની ટૂર જેવા આકર્ષક ઈનામો રાખવામાં આવ્યા છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રસ ધરાવતા નાગરિકો 99251 25133 નંબર પર વોટ્સઅપ દ્વારા 'HI' નો મેસેજ મોકલીને અથવા ક્યુઆર કોડ સ્કેન કરીને જોડાઈ શકે છે. આ સ્પર્ધામાં ભાગ લેવાની અંતિમ તારીખ 30 જુલાઈ છે.
આ પણ વાંચો: Kon Banshe Gujarat No Genius: જેતપુરના રોનક વણપરીયાએ જ્ઞાનના બળે જીત્યો પ્રથમ પડાવ, 30 માંથી 25 સાચા જવાબ