Rajkot:આજે PGVCLની વિદ્યુત સહાયક તેમજ અન્ય કેડરની પરીક્ષા , 7000થી વધુ ઉમેદવારો લેશે ભાગ, તમામ કેન્દ્રો પર કેવી છે સુરક્ષા વ્યવસ્થા?
- રાજકોટમાં આજે PGVCL દ્વારા પરીક્ષા યોજાશે
- વિદ્યુત સહાય અને અન્ય 3 કેડરની પરીક્ષા યોજાશે
- અલગ અલગ 15 કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે
- 7000થી પણ વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
- PGVCLની પરીક્ષા સવારે 11 વાગ્યે થશે શરૂ
- PGVCLની પરીક્ષા યોજાય તે પહેલા જ આક્ષેપો
- વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પરીક્ષાને લઈને આક્ષેપ
Rajkot: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) તેમજ અન્ય ત્રણ કેડરની ભરતી માટેની લેખિત પરીક્ષા આજે રાજકોટમાં યોજાશે. આ પરીક્ષા શહેરના અલગ-અલગ 15 કેન્દ્રો પર લેવામાં આવશે અને તેમાં 7000 થી વધુ ઉમેદવારો ભાગ લેશે. પરીક્ષા સવારે11 વાગ્યે શરૂ થશે.
તમામ કેન્દ્રો પર સખ્ત સુરક્ષા વ્યવસ્થા
આ ભરતી પ્રક્રિયા વિજ વિતરણ ક્ષેત્રે યુવાનો માટે મહત્વની તક છે, જેમાં વિદ્યુત સહાયક સહિત અન્ય પદો માટે મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી. પરીક્ષા માટે તમામ કેન્દ્રો પર સખ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી પારદર્શક અને ન્યાયી રીતે પરીક્ષા યોજાય.જોકે, પરીક્ષા યોજાય તે પહેલા જ વિવાદ ઊભો થયો છે.
યુવરાજસિંહ જાડેજાએ ભ્રષ્ટાચાર અને ગેરરીતિની આશંકા વ્યક્ત કરી
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ PGVCL તેમજ GETCOની આ ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિની આશંકા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આવી ભરતીઓમાં અગાઉ પણ કૌભાંડો થયા છે અને આ વખતે પણ ગેરરીતિની ભીતિ છે. યુવરાજસિંહે આ મુદ્દે તપાસની માગ કરી છે, જેનાથી ઉમેદવારોમાં ચિંતા વધી છે. વધુમાં યુવરાજસિંહે જો આવતીકાલની પરીક્ષામાં કોઈ પણ ખામી રહી અથવા રાજ્યમાં ક્યાંય પણ વીજ પુરવઠો ખોરવાયો અને જનતાને હાલાકી પડી, તો આ માટે માત્ર અને માત્ર આ 'તાયફાબાજ' એન્જિનિયરો અને તેમને છાવરતા ઉચ્ચ અધિકારીઓ જવાબદાર રહેશે.
આ આક્ષેપો વચ્ચે પરીક્ષા નિયત સમયે યોજાશે તેવી PGVCLની અધિકારીઓએ ખાતરી આપી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર કેન્દ્ર પર પહોંચે અને નિયમોનું પાલન કરે.
આ પણ વાંચો: Amit Shah in Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ


