Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot માં ધુળેટીને લઈને કડક નિયમો, જાહેરમાં રંગ ઉડાડશો તો જેલની હવા ખાવી પડશે, જાણો પોલીસનું ખાસ પ્લાનિંગ

Rajkot: હોળી-ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રંગોના આ પર્વમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police) એક્શન મોડમાં આવી ગઈ છે. શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું (Notification) બહાર પાડીને કડક સૂચનાઓ આપવામાં આવી છે.
rajkot માં ધુળેટીને લઈને કડક નિયમો  જાહેરમાં રંગ ઉડાડશો તો જેલની હવા ખાવી પડશે  જાણો પોલીસનું ખાસ પ્લાનિંગ
Advertisement
  • હોળી-ધુળેટીના તહેવારને લઈને રાજકોટ પોલીસનું જાહેરનામું (Rajkot Police Notification)
  • જાહેરમાં લોકો પર કલર ઉડાડશો તો કાર્યવાહી કરાશે
  • રેસકોર્ષ રિંગ પર પોલીસની ખાસ ટીમો તૈનાત રહેશે (Race Course Security Arrangement)
  • મહિલા પર કલર નાખનારા સામે પોલીસ કાર્યવાહી કરાશે (Women Safety)

Rajkot: હોળી-ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રંગોના આ પર્વમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police) એક્શન મોડમાં આવી ગઈ છે. શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું (Notification) બહાર પાડીને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

રાજકોટમાં (Rajkot) જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ

પોલીસ કમિશનરના આદેશ મુજબ, ધુળેટીના દિવસે રસ્તા પર પસાર થતા રાહદારીઓ કે વાહનચાલકો પર બળજબરીપૂર્વક રંગ ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ જાહેર માર્ગો પર અન્યની સંમતિ વિના કલર ઉડાડતા પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી (Legal Action) કરવામાં આવશે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા, જો કોઈ મહિલા પર અભદ્ર રીતે કે તેની મરજી વિરુદ્ધ રંગ નાખવામાં આવશે, તો પોલીસ કડક હાથે કામ લેશે.

Advertisement

Rajkot Police patrolling on Race Course Road for Dhuleti security; Police personnel standing at a checkpoint in Rajkot

Advertisement

રેસકોર્ષ રિંગ રોડ પર 'શી ટીમ'નો પહેરો

રાજકોટના હાર્દ સમાન રેસકોર્ષ રિંગ રોડ (Race Course Ring Road) પર યુવાનોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસની વિશેષ 'શી ટીમ' (She Team) તૈનાત કરવામાં આવશે. આ ટીમ ખાસ કરીને રોમિયોગીરી કરનારા અને મહિલાઓની છેડતી કરનારા તત્વો પર બાજ નજર રાખશે.

Rajkot Police patrolling on Race Course Road for Dhuleti security; Police personnel standing at a checkpoint in Rajkot

600 જવાનો અને 30 પોઈન્ટ્સ પર લોખંડી બંદોબસ્ત

તહેવાર દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે સમગ્ર શહેરમાં વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે:

શહેરના સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં 30 જેટલા ફિક્સ પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે.

કુલ 600 જેટલા પોલીસ જવાનો (Police Personnel) ખડેપગે રહીને સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.

ગ્રીન સીટી અને શાંત રાજકોટના સૂત્ર સાથે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ (Patrolling) કરવામાં આવશે.

આ પણ વાંચો:  Gujarat News: આજે 27 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×