Rajkot: પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો દીક્ષાગ્રહણ સમારોહ યોજાયો, CM ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત
રાજકોટમાં પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના દીક્ષાગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. વિજયભાઈ રૂપાણીના પુત્ર પુજિત રૂપાણીના નામે કાર્યરત આ ટ્રસ્ટ ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકોના શિક્ષણ માટે કાર્ય કરશે. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Advertisement
Rajkot: રાજકોટમાં આયોજિત પુજિતભાઈ વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના દીક્ષાગ્રહણ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત ભાજપના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર પુજિત રૂપાણીના નામે કાર્યરત આ ટ્રસ્ટને હવે વધુ સત્તાવાર અને વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું છે.

