ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : પાટીદાર દીકરી પાયલ ગોટીને લઈ પુરુષોત્તમ પીપળીયાની પોસ્ટ વાઇરલ!

પુરુષોત્તમ પીપળીયાએ (Purushottam Pipariya) તેમની પોસ્ટ થકી અમરેલીનાં નેતા સામે તીર છોડ્યું હોય તેવા કયાસ થઈ રહ્યા છે.
01:13 PM Sep 18, 2025 IST | Vipul Sen
પુરુષોત્તમ પીપળીયાએ (Purushottam Pipariya) તેમની પોસ્ટ થકી અમરેલીનાં નેતા સામે તીર છોડ્યું હોય તેવા કયાસ થઈ રહ્યા છે.
Rajkot_Gujarat_first
  1. પાટીદાર દીકરી પાયલ ગોટીને લઈ પુરુષોત્તમ પીપળીયાની પોસ્ટ (Rajkot)
  2. પુરુષોત્તમ પીપળીયાએ અમરેલીનાં નેતાઓ સામે છોડ્યું તીર!
  3. "જ્યાં પ્રભાવશાળી નેતાઓનો દબદબો, ત્યાં ગુંડાઓ બેખૌફ"
  4. અમરેલીની દીકરીની લાચારી રોવડાવે તેવી : પુરુષોત્તમ પીપળીયા

Rajkot : પાટીદાર દીકરી પાયલ ગોટીને (Payal Goti Case) લઈ હવે અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ (Purushottam Pipariya) તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી છે, જે ચર્ચાનો વિષય બની છે. પુરુષોત્તમ પીપળીયાએ તેમની પોસ્ટમાં લખ્યું કે, 'જ્યાં પ્રભાવશાળી નેતાઓનો દબદબો, ત્યાં ગુંડાઓ બેખૌફ હોય છે'! આ સાથે તેમણે લખ્યું કે, અમરેલીની દીકરીની લાચારી રોવડાવે તેવી છે.

આ પણ વાંચો - Mehsana-Unjha APMC : ચેરમેનની ચૂંટણીની તારીખ અને સમય જાહેર!

Rajkot નાં પુરુષોત્તમ પીપળીયાની પાયલ ગોટીને લઈ પોસ્ટ વાઇરલ!

અમરેલીમાં (Amreli) લેટરકાંડની પીડિતા પાટીદાર દીકરી પાયલ ગોટીને લઈ પુરુષોત્તમ પીપળીયાએ હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જે બાદ ફરી એકવાર ચર્ચાઓનો દોર શરૂ થયો છે. પુરુષોત્તમ પીપળીયાએ (Purushottam Pipariya) તેમની પોસ્ટ થકી અમરેલીનાં નેતા સામે તીર છોડ્યું હોય તેવા કયાસ થઈ રહ્યા છે. પુરુષોત્તમ પીપળીયાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, 'અમરેલી દીકરીની લાચારી રોવડાવે તેવી... જે વિસ્તારમાં પ્રભાવશાળી નેતાઓનો દબદબો હોય છે તે વિસ્તારના ગુંડાઓ બેખૌફ હોય છે'!

આ પણ વાંચો - Gandhinagar Mega demolition: ગેરકાયદેસર દબાણો હટાવી 1000 કરોડની જગ્યા ખુલ્લી કરાઇ

સો. મીડિયા પોસ્ટ થકી અમરેલીનાં મોટા નેતા સામે છોડ્યું તીર!

પુરુષોત્તમ પીપળીયાની આ પોસ્ટ બાદ ફરી એકવાર રાજકારણ ગરમાય તેવું લાગી રહ્યું છે કે, કારણ કે પુરુષોત્તમ પીપળીયાએ પોતાની પોસ્ટ થકી અમરેલીનાં (Amreli) મોટા નેતાઓ પર આડકતરી રીતે કટાક્ષ કર્યો હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. નોંધનીય છે કે અમરેલી લેટરકાંડમાં પીડિતા પાટીદાર યુવતી પાયલ ગોટી દ્વારા ન્યાય માટે લડત લડવામાં આવી રહી છે. દરમિયાન, અનેક નેતાઓ દ્વારા પાયલ ગોટી (Payal Goti) સાથે મુલાકાત કરી તેની લડાઈમાં સાથ આપવોનો વાયદો તો કરવામાં આવ્યો પરંતુ હજું સુધી પાયલ ગોટીને ન્યાય મળ્યો નથી. આથી, નેતાઓ દ્વારા પાયલ ગોટીનાં નામે માત્ર રાજકીય રોટલા શેકવામાં આવ્યા હોય તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Junagadh : જુનાગઢની જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે કરશે સરેન્ડર?

Tags :
AmreliBJPCongressGujarat FirstGUJARAT FIRST NEWSPayal Goti CasePurushottam PipariyaRAJKOTTop Gujarati News
Next Article