Rajkot: શહેરમાં ડુપ્લીકેટ દવા મામલે કાર્યવાહી ન થતા સવાલ!
- Rajkot: સમગ્ર મામલે ઢાંકપીછોડાના પ્રયાસ થતા હોય તેવો ઘાટ
- સદભાવના મેડીકલ સ્ટોરમાંથી મળી હતી ડુપ્લીકેટ દવા
- સદભાવના સ્ટોરે શાયોના મેડીકલમાંથી લીધી હતી દવા
Rajkot: રાજકોટમાં ડુપ્લીકેટ દવા મામલે કાર્યવાહી ન થતા સવાલ! સમગ્ર મામલે ઢાંકપીછોડાના પ્રયાસ થતા હોય તેવો ઘાટ યોજાયો છે. જેમાં સદભાવના મેડીકલ સ્ટોરમાંથી ડુપ્લીકેટ દવા મળી હતી. સદભાવના સ્ટોરે શાયોના મેડીકલમાંથી દવા લીધી હતી. શાયોના મેડીકલ સ્ટોરે સુરતની મેડીકલ સ્ટોરમાંથી દવા ખરીદી હતી. જેમાં સમગ્ર મામલે ડ્રગ વિભાગ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ થયો છે.
ડુપ્લીકેટ દવા જેવી ગંભીર બાબતને લઈને પણ કાર્યવાહી શૂન્ય!
ડુપ્લીકેટ દવા જેવી ગંભીર બાબતને લઈને પણ કાર્યવાહી શૂન્ય! ડ્રગ વિભાગે રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો છે કહીને હાથ ખંખેર્યા છે. જેમાં ડ્રગ વિભાગના કડક નિયમો હોવા છતા કાર્યવાહી ન થતા સવાલ ઉભા થયા છે.
Rajkot: સદભાવના અને શાયોના મેડીકલ સામે કોઈ કાર્યવાહી નહીં
ગુજરાત ફર્સ્ટે મેડીકલના જાણકાર મિલન ત્રિવેદી સાથે વાતચીત કરી છે. ત્યારે મેડીકલના જાણકાર મિલન ત્રિવેદીએ જણાવ્યું છે કે સદભાવના અને શાયોના મેડીકલ સામે કોઈ કાર્યવાહી નહીં. સુરતની બિલીવ અને અમદાવાદની ચંદન ડિસ્ટ્રીબ્યુટર સામે કાર્યવાહી થઇ નથી. બે મેડીકલ સ્ટોર અને બે ડિસ્ટ્રીબ્યુટર સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નથી.
Rajkot: ડુપ્લીકેટ દવાથી કોઈના જીવને જોખમ પણ થઈ શકે છે
મિલન ત્રિવેદીએ વધુમાં જણાવ્યું છે કે ડુપ્લીકેટ દવાથી કોઈના જીવને જોખમ પણ થઈ શકે છે. અત્યારે ડ્રગ્સ ઈન્સ્પેક્ટરોની સંખ્યા પણ ખૂબ ઓછી છે. મેડીકલ સ્ટોર સાથે રાજકીય માણસો જોડાયેલા હોવાની ચર્ચા છે. 10 દિવસ થવા આવ્યા હોવા છતા કોઈના પેટનું પાણી હલતુ નથી.
આ પણ વાંચો: Porbandar: સત્તાપક્ષનું નથી માનતા અધિકારી? મુખ્યમંત્રીને કરી લેખીત ફરીયાદ


