Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot Neighbors Clash : ખાટલો ઢાળવાની બાબતે પાડોશીઓ બાખડ્યા, મહિલા સાથે મારામારી

રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ઘર પાસે ખાટલો મૂકવા જેવી તદ્દન સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. વિવાદ દરમિયાન એક પાડોશી પરિવારે અન્ય પાડોશી મહિલાને મારમાર્યો હતો. ભોગ બનનાર મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી કાર્યવાહીની માંગણી કરી છે.. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
rajkot neighbors clash   ખાટલો ઢાળવાની બાબતે પાડોશીઓ બાખડ્યા  મહિલા સાથે મારામારી
Advertisement

Rajkot Ramnathpara Neighbors Clash : એક જૂની કહેવત છે કે, પ્રથમ સગો પાડોશી હોય, કારણ કે કોઈ પણ દુઃખની ઘડીમાં સગા-સંબંધીઓને આવતા વાર લાગશે, પરંતુ પાડોશીઓ તરત દોડીને આવશે. પરંતુ આજના કળિયુગી સમયમાં આ કહેવત પણ ખોટી પુરવાર થઈ રહી છે. કારણ કે, રાજકોટમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને તમે આ કહેવતને નકારી કાઢશો. વાત એમ છે કે, રામનાથપરામાં સાવ સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘર પાસે ખાટલો મૂકવા જેવી તદ્દન નજીવી બાબતે પાડોશી પરિવારો આમને-સામને આવી ગયા હતા. બંને પક્ષે જોરશોરથી ગાળાગાળી શરૂ થતાં આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા.

Tags :
Advertisement

.

×