Rajkot: રણછોડનગરમાં વેપારીના ઘરેથી 140 કિલો ચાંદીની ચોરી, તપાસ તેજ
- Rajkot ના રણછોડનગર શેરી નંબર 1માં મોટી ચોરીની ઘટના
- રાત્રિના સમયે તસ્કરો પટેલ વેપારીના ઘરમાં ઘૂસી ગયા
- 140 કિલો ચાંદીના દાગીનાની ચોરીની ઘટના
Rajkot: રાજકોટ શહેરના રણછોડનગર (Ranchhodnagar) વિસ્તારમાં રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપ્યો છે. રણછોડનગર શેરી નંબર 1 માં રહેતા અને વ્યવસાયે વેપારી અતુલભાઈ પટેલ (Atulbhai Patel) ના નિવાસસ્થાને આ ઘટના બની છે. પ્રાથમિક વિગતો મુજબ, તસ્કરોએ ઘરમાં ઘૂસી અંદાજે 140 કિલો ચાંદીના (Silver) દાગીના અને કિંમતી વસ્તુઓની ચોરી કરી છે, જેની બજાર કિંમત લાખોમાં અંકાય રહી છે.
Rajkot: રાત્રીના સમયે આપ્યો ચોરીને અંજામ
રાત્રિના સમયે તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. ચોરીની જાણ થતા જ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અતુલભાઈ પટેલે આ ગંભીર ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક ધારાસભ્ય ઉદય કાનગડ (Uday Kangad) ને ટેલિફોનિક જાણ કરી હતી. ધારાસભ્યએ પણ આ મામલે ત્વરિત કાર્યવાહી માટે પોલીસ તંત્રને સૂચના આપી હતી.
Rajkot Silver Theft: રાજકોટમાં તસ્કરોનો આતંક 140 કિલો ચાંદીની ચોરી! | Gujarat First
રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં મોટી ચોરીની ઘટના
રાત્રિના સમયે તસ્કરો પટેલ વેપારીના ઘરમાં ઘૂસી ગયા
140 કિલો ચાંદીના દાગીનાની ચોરીની ઘટના
અતુલભાઈ પટેલે ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી
ઘટનાની… pic.twitter.com/0pbtkC4WeW— Gujarat First (@GujaratFirst) February 4, 2026
પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જેમાં ડીસીપી ક્રાઈમ (DCP Crime), બી ડિવિઝન પોલીસ (B Division Police) ના અધિકારીઓ અને સ્ટાફ તપાસમાં જોડાયા છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની અને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Vadodara: મકરપુરામાં 20 વર્ષીય યુવતીએ બિલ્ડિંગની છત પરથી ઝંપલાવ્યું!
ક્રાઈમ બ્રાન્ચની એન્ટ્રી
આટલી મોટી માત્રામાં ચાંદીની ચોરી થતા ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની વિવિધ ટીમો પણ તપાસમાં સક્રિય થઈ છે. એફએસએલ (FSL) અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી શકે છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ જાણભેદુ ગેંગનું કામ હોવાની શંકા સેવવામાં આવી રહી છે. રાજકોટ જેવા સુરક્ષિત મનાતા શહેરમાં રહેણાંક વિસ્તારમાં થયેલી આટલી મોટી ચોરીએ પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચોઃ Rajkot: 'તમારા દિકરાને DSP ની પરિક્ષામાં પાસ કરાવી દઈશ', નકલી IPS નીકળ્યો ફિલ્મ પ્રોડ્યુસર!


