Rajkot ના રંગોલી પાર્કમાં ડિપોઝિટનો વિવાદ વકર્યો, 10 કરોડની ડિપોઝિટ ક્યાં ગઈ?
રાજકોટના રંગોલી પાર્કમાં ફ્લેટ ધારકોની આશરે ₹10 કરોડની ડિપોઝિટને લઈને વિવાદ ઊભો થયો છે. હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સામે નાણાકીય ગેરરીતિ અને મેન્ટેનન્સના નામે લાખો રૂપિયા ખર્ચવાના આક્ષેપો થયા છે. એસોસિએશન બન્યા બાદ ડિપોઝિટ પરત ન મળ્યાનો દાવો કરનાર ફ્લેટ ધારકો આજે ડેપ્યુટી કમિશનર સમક્ષ રજૂઆત કરીને સંપૂર્ણ હિસાબ અને રકમ પરત કરવાની માગ કરશે.
Advertisement
Rajkot Rangoli Park Deposit Controversy: રાજકોટમાં આવેલા રંગોલી પાર્ક (Rangoli Park) ના ફ્લેટ ધારકોની આશરે ₹10 કરોડની ડિપોઝિટને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સામે ડિપોઝિટના નાણાંના વહીવટમાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. ફ્લેટ ધારકોનો આરોપ છે કે પાણીના ટેન્કર અને લિફ્ટના મેન્ટેનન્સ સહિતના ખર્ચના નામે લાખો રૂપિયા વાપરવામાં આવ્યા છે. ડિપોઝિટની રકમ પરત મેળવવા ફ્લેટ ધારકોએ આજે ડેપ્યુટી કમિશનર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

