ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : સિવિલ હોસ્પિટલમાં પાંજરા મૂકાયા, 40 ઉંદર પકડાયા, Gujarat First નાં અહેવાલની અસર!

સિવિલ હોસ્પિટલનાં દરેક વોર્ડમાં ઉંદર ભગાડવા માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવશે.
11:00 AM Feb 08, 2025 IST | Vipul Sen
સિવિલ હોસ્પિટલનાં દરેક વોર્ડમાં ઉંદર ભગાડવા માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવશે.
Rajkot_Gujarat_first 1
  1. Rajkot માં ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ધારદાર અસર
  2. હોસ્પિટલમાં ઉંદરનાં ત્રાસનો અહેવાલ રજૂ કર્યો હતો
  3. અહેવાલ બાદ હોસ્પિટલનાં સત્તાધીશો દોડતા થયા
  4. હોસ્પિટલમાં ઉંદર પકડવા પાંજરા મૂકવામાં આવ્યા
  5. 40 જેટલા ઉંદર હોસ્પિટલમાંથી પકડવામાં આવ્યા

Rajkot : સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલમાં ગંભીર બેદરકારીનાં દ્રશ્યો સામે આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) ઉંદર ફરતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જે અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) અહેવાલ બાદ તેની ધારદાર અસર જોવા મળી છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતું થયું અને ઉંદર પકડવા માટે પાંજરા મૂક્યા છે. અત્યાર સુધી 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓ ઉંદરનાં ત્રાસથી પરેશાન છે.

આ પણ વાંચો - Rajkot : સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસનો Video વાઇરલ, Gujarat First નાં અહેવાલની અસર

Gujarat First નાં અહેવાલ બાદ હોસ્પિટલ તંત્ર દોડતું થયું

બે દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) ઉંદરોનાં ત્રાસનો વીડિયો સામે આવ્યો હતો. વાઇરલ વીડિયોમાં દર્દીઓની પાણીની બોટલ, ગ્લુકોઝની બોટલ પર ઉંદર ફરતા જોવા મળ્યા હતા. સાથે જ દર્દીઓને પગમાં અનેક વખત ઉંદર કરડ્યા હોવાની ઘટનાઓ પણ બની હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) અહેવાલની હવે ધારદાર અસર જોવા મળી છે. અહેવાલ બાદ હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે અને ઉંદર પકડવા માટે હોસ્પિટલમાં પાંજરા મૂકવામાં આવ્યા છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Rajkot : જેતપુરમાં Hit and Run, બેફામ આવતા કારચાલકે બાઇકસવારનો ભોગ લીધો!

હોસ્પિટલનાં દરેક વોર્ડમાં ઉંદર ભગાડવા માટે દવાનો છંટકાવ કરાશે

આ સાથે સિવિલ હોસ્પિટલનાં દરેક વોર્ડમાં ઉંદર ભગાડવા માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવશે. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરનાં ત્રાસથી પરેશાન હતા. દર્દીઓ ઉંદરનાં આતંક વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા હતા. વાઇરલ વીડિયોમાં ઉંદરો દર્દીઓની પાણીની બોટલ, ગ્લુકોઝની બોટલ પર ફરતા નજરે પડ્યા હતા. સાથે જ હોસ્પિટલમાં અનેક જગ્યા પર ઉંદર આટા મારતા હોય તેવા દ્રશ્યો પણ દેખાયા હતા. જો કે, હવે હોસ્પિટલ તંત્રે આ મામલે કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : સુરતની SVNIT કોલેજમાં રેગિંગનું કાળો તાંડવ! વધુ એક Video વાઇરલ થતાં ખળભળાટ

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarat First's Report ImpactRajkot Civil HospitalRajkot Civil Hospital Viral VideoRats in the Rajkot Civil Hospital
Next Article